BREAKING NEWS

તાજમહેલમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, મુખ્ય ગુંબજ પર ભારત માતાના જયકારા લગાવી રાષ્ટ્રગાન ગવાયું

  • January 26, 2026 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ તાજમહેલ સંકુલમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રગીત ગાયું હતું. આ કાર્યક્રમમાં નંદુ કુમાર, શહેર મહામંત્રી નિતેશ ભારદ્વાજ અને સંગઠન સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્ય ગુંબજ પર ભારત માતાના જયકારા લગાવી રાષ્ટ્રગાન ગવાયું હતું

અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આહ્વાનના અનુસંધાનમાં, તમામ મદરેસાઓ અને મસ્જિદોને રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને રાષ્ટ્રગીત ગાવા માટે કહેવામાં આવ્યું છે. તેના જવાબમાં, તાજમહેલના મુખ્ય સમાધિ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.


અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અધિકારીઓએ આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી લીધી છે. તેમાં નંદુ કુમાર, નિતેશ ભારદ્વાજ, શહેર પ્રમુખ વિશાલ કુમાર, જિલ્લા પ્રમુખ મીરા રાઠોડ અને મંડળ પ્રમુખ મનીષ પંડિતનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News