રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવએ ખેડૂતોને રડાવ્યા છે, ફક્ત એક રૂપિયે કિલોના ભાવે સોદા થયા બાદ આવક બંધ કરવા નિર્ણય કરવો પડ્યો હતો. રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડની હરરાજીમાં ડુંગળીનો પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૨૧થી ૨૧૦ સુધી રહ્યો હતો.
ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે
રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ લગાતાર ઘટીને હવે સાવ તળિયે પહોંચી જતાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે. એક તરફ પોષણક્ષમ ભાવ મળતા નથી ને બીજી બાજુ માવઠાનો માર સહન કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદથી ડુંગળીનો પાક પલળી જતા ભારે નુકસાન થયું છે.
પડતર ખર્ચ પણ ઉપજતો નથી
રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને હાલ ડુંગળીનો જે ભાવ ઉપજે છે તેમાંથી ખાતર, બિયારણ, દવા, મજૂરી અને યાર્ડ સુધી ડુંગળી લાવવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ નીકળે તેમ નથી, મતલબ કે પડતર ખર્ચ પણ ઉપજતો નથી.
ખેડૂતોએ સરકારની સામે મીટ માંડી
ખેડૂતોએ આ વખતે ડુંગળીનું વાવેતર વધુ કર્યું હોય ને હાલ ભાવ તળીયે પહોંચતા ખેડૂતોની સ્થિતિ જાયે તો જાયે કહાં જેવી થઇ ગઇ છે. ગત વર્ષે ડુંગળીમાં પ્રતિ કિલો દીઠ બે રૂપિયાની સહાય સરકાર તરફથી અપાઇ હતી ત્યારે આ વર્ષે પણ સહાયની અપેક્ષાએ ખેડૂતોએ સરકારની સામે મીટ માંડી બેઠા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર ખાતે એસ.ટી.બસના મુસાફરોને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા થઈ અપીલ
May 29, 2025 10:22 AMપોતાના નાગરિકોને સ્વીકારવા બાંગ્લાદેશનો ઇનકાર, 13 લોકો શૂન્ય રેખા પર ફસાયા
May 29, 2025 10:20 AMએપલ નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરશે: અન્ય ડિવાઈસની ઓપરેટિંગ સિસ્ટમના નામ બદલશે
May 29, 2025 10:16 AMજિલ્લા આયોજનની જુની પડતર ગ્રાન્ટ માર્ચ 2026 સુધી વાપરી શકાશે
May 29, 2025 10:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech