મેં તો પાલવડે બાંધી પ્રીતએ ૨૦૦૫માં રિલીઝ થયેલી પ્રખ્યાત ગુજરાતી ફિલ્મ છે જેનું નિર્દેશન અને લેખન જશવતં ગાંગાણીએ કયુ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાંહિતેન કુમાર અને રાજ લમી છે.આ ફીલ્મ એક જીવલીનીછે, જે તેના પરિવારના વિરોધ છતાં પોતાના પ્રેમને પામવા અને ઘરના એક હિંસક સભ્ય સામે લડત આપવા મક્કમ હોય છે. ૨૧ વર્ષ પછી ફરી એકવાર આજે રીલીઝ થઈ રહી છે સુપરહીટ ગુજરાતી ફિલ્મ – મેં તો પાલવડે બાંધી પ્રીત. વર્ષ ૨૦૦૫ માં રીલીઝ થયેલી આ ફિલ્મનો એક બહોળો ચાહક વર્ગ છે. મેં તો પાલવડે બાંધી પ્રીત એક અમર પ્રણયકથા છે. હોરર લવસ્ટોરી. કલાકાગે ગીત–સંગીત પ્રોજ્ઞાન વેશભષા દિગ્દર્શન અને સિનેમેટોગ્રાફી એક પણ ડિપાર્ટમેન્ટનું કામ આટલા વર્ષેા પછીય જૂનું ને આઉટડેટેડ નથી લાગતું. પરિવારનો જૂનો આલ્બમ ફરી નિહાળતા હોઈએ એવો હરખ છે. જૂની સ્મૃતિઓ અને જૂના રંગોને ફરી સ્પર્શ કર્યાનો જૂદો આનદં છે. આ ફિલ્મ રી રિલીઝ કરવાનો મુખ્ય ઉદેશ નવી પેઢીને જૂની પરંપરા તરફ વાળવાનો છે. જેમ જુના આલ્બમ જોઈને યાદ તાજી કરતા હોઈએ તેમ આ ફિલ્મ જોઈને સૌરાષ્ટ્ર્રના ગામડાઓ, તેમની પરંપરાઓ, ત્યાંનું વાતાવરણ, લોકો વચ્ચેનો સ્નેહ વગેરે તાજી થઈ જશે. જુના ફિલ્મને લોકો વચ્ચે ફરી લાવવા માટે ફિલ્મ મૈયરથી શ કરી એ તો પાલવડે બાંધી પ્રીત સુધી પહોંચ્યા છે જેનો અત્યાર સુધી લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. આજની જનરેશન જૂની પરંપરાગત વસ્તુઓ જાણે જુએ અને તેમાંથી પણ કંઈક શીખે તેવો હેતુ રહ્યો છે. આ ફિલ્મ પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી હોવાથી માતા પિતા સાથે સિનેમા ઘરોમાં આ ફિલ્મ નિહાળવા ફિલ્મ ડિરેકટરે અનુરોધ કર્યેા છે. સંતાનોએ માતા–પિતાને ગિટ પે જો કઈં આપવું હોય તો આ ફિલ્મની બે ટિકિટ લઈને આપવી જોઈએ જેથી તે તેના સમયને, તેના ભૂતકાળને, તેની પરંપરાને, તેમના રીત રિવાજોને ફરી યાદ તાજી કરી શકે. આ ફિલ્મ જે તે સમયે બની ત્યારે હાઈટેકનોલોજી ન હોવાથી પ્રોપર ચલચિત્ર, સાઉન્ડ સિસ્ટમમાં ઇફેકટ આવી શકે ન હતી પણ આજે રિ રિલીઝ થયેલ થયેલ ફિલ્મ મે તો પાલવડે બાંધી પ્રીત ટીમે એ જ જુસ્સાથી એઆઈ ટેકનોલોજીથી ચલચિત્ર, સાઉન્ડમાં કે અન્ય જે તે જગ્યાએ જર પડીએ એડિટ કરવામાં આવ્યું છે. અત્યારની જનરેશનને ત્રણ કે તેથી વધારે કલાકના ફિલ્મ જોવા ગમતા ન હોવાથી તેને ધ્યાને રાખી ફિલ્મમાંથી ૩૦ મિનિટ જેવું ફિલ્મ કાપવામાં આવ્યું છે પણ ફિલ્મ જોતા એવું નહીં લાગે કે ફિલ્મનો હાર્દ કપાયો છે. ફિલ્મ જોનારાઓ માટે એઆઈ ટેકનોલોજીથી એડિટ કયુ છે તે સરપ્રાઈઝ રાખવામાં આવ્યું છે. મુવી નિહાળતી વખતે પ્રેક્ષકોને જાણ પણ નહીં થાય કે એ આઈ ટેકનોલોજીથી એડિટ કરવામાં આવ્યું છે. ૨૧ વર્ષ બાદ આજે આ મુવી રિલીઝ કરી નવી જનરેશનને નવી અને જૂની બંને જનરેશન સાથે જોડવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે
જૂની યાદો ફરી તાજી થશે: હિતેનકુમાર
એકટર હિતેન કુમારે મે તો પાલવડે બાંધી પ્રીત ફરી લોકો વચ્ચે લાવવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે, જેમ આપણે જુના આલ્બમ જોઈને જૂની યાદ તાજી કરીએ છીએ તેમ નવી જનરેશનને આ જુની ફિલ્મ થકી જુના રીતરિવાજો, પરંપરાથી જોડવાનો રસ્તો સરળ બનશે. જો નવી જનરેશનને તેના માતા પિતાને ગિટ પે કઈં આપવું હોય તો આ ફિલ્મની બે ટિકિટ લઈને આપવી જેથી તેઓ તેના ભૂતકાળને માણી શકે.
ફિલ્મને ફરી એડિટ કરવામાં એઆઈ ટેકનોલોજી અપનાવી: ડિરેકટર જશવતં ગાંગાણી
ડિરેકટર જશવતં ગાંગાણી ફિલ્મને લોકો સામે રજુ કરે તે પહેલા નવી જનરેશનને ધ્યાને રાખી ટેકનોલોજીનો ઉપયોગ કરી ચલચિત્ર અને સાઉન્ડને આકર્ષક બનાવ્યું છે.એડિટ કરી ઓરીજનલ ફિલ્મ કરતા પણ વધુ સાં બનાવ્યું છે.અત્યારની જનરેશન ને ખ્યાલ પણ ન આવે એ રીતે એડિટ કરી આ ફિલ્મ લોકો સામે આજે ફરી એકવાર રજૂ કરી