BREAKING NEWS

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ પૂરો: હવે તાપમાન ઘટશે

  • April 16, 2026 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક સપ્તાહ સુધી કાળઝાળ ગરમી રહ્યા પછી હવે તેમાં થોડી રાહત મળવાનું આજથી શરૂ થશે. કાળઝાળ ગરમીનો રાઉન્ડ હવે પૂરો થયો છે અને આગામી તારીખ 21 સુધીમાં ત્રણથી ચાર ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતરશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયા પછી હવે તે પાછું 40 ડિગ્રી નીચે આવી જશે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં આગામી પાંચ દિવસ દરમિયાન ચાર ડિગ્રી જેટલો ઘટાડો થશે. અત્યારે ગુજરાતમાં એવરેજ 40 ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન છે. રાજકોટ અને અમદાવાદમાં ગઈકાલે 40.7 અમરેલીમાં 40.1 ભુજમાં 40.6 અને ગાંધીનગરમાં 40.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ 30 ડિગ્રી થી 32 ડિગ્રી વચ્ચે છે અને ભેજના પ્રમાણની વાત કરીએ તો 70 થી 87 ટકા સુધીનો ભેજ જોવા મળે છે. કંડલામાં 86 નલિયામાં 70 પોરબંદરમાં 87 ઓખામાં 70 સુરતમાં 73 અને વેરાવળમાં 83 ટકા ભેજ આજે સવારે નોંધાયો છે. ગુજરાતની માફક નોર્થ વેસ્ટ ના રાજ્યોમાં અને સેન્ટ્રલ ઇન્ડિયામાં પણ ગરમીના પ્રમાણમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો આગામી પાંચ દિવસ દરમિયાન જોવા મળશે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે હિમાલયન ક્ષેત્રને પ્રભાવિત કરે તેવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે અને તેની અસરના કારણે દેશના અનેક રાજ્યોમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો અનુભવાશે. જો કે ઉનાળાની સિઝનનો અહેસાસ ચાલુ રહેશે પરંતુ સહન કરી શકાય તેવી ગરમી આ દિવસો દરમિયાન રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application