ભવનાથ તળેટીમાં આવેલ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયાના ૪૮ કલાકથી વધુ સમય થઈ ગયા છે. પરંતુ હજુ સુધી તેના વાવડ મળ્યા નથી. ડોગ સ્કવોડ સહિતની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ થઈ રહી છે. ગઈકાલે જટાશંકર હોવાના મેસેજ મળ્યા બાદ ટીમ દ્વારા તપાસ કરી હતી. પરંતુ શ્વાન પુનિત આશ્રમથી ૫૦૦ મીટર આસપાસ ફરતો હતો. સંભવત ભગવા વસ્ત્રોના બદલે અન્ય પ્રહેરવેશ પહેરી લીધો હોવાની પણ સંભાવના સેવાઈ રહી છે.
વેપારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી
જૂનાગઢના ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ શનિવારે મધ રાત્રે એકાએક ગુમ થઈ ગયા છે. ત્યારબાદ પોલીસની ટીમ દ્વારા તેની શોધખોળ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે વિવિધ દિશાઓમાં ઙોગ સ્ક્વોડ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. પરંતુ શ્વાન પુનિત આશ્રમ પાસે ૫૦૦ મીટર આસપાસ જ રોકાઈ ગયો હતો ત્યાંથી આગળ જ વધ્યો ન હતો. જેથી તળેટી વિસ્તારમાં વિવિધ આશ્રમો ઉપરાંત વેપારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ પણ ચકરાવે ચડી
એક તરફ પરિક્રમાના બંદોબસ્ત અને બીજી તરફ ભવનાથ તળેટીના સંત ગુમ થવાના બનાવથી પોલીસ પણ ચકરાવે ચડી છે. ટેકનિકલ ટીમ દ્વારા મોબાઈલ લોકેશનના આધારે વધુ તપાસ કરી રહી છે. સંભવત બાપુએ ભગવા વસ્ત્રો બદલાવી અન્ય પરિવેશ ધારણ કર્યો હોય તથા વેશ પણ બદલી લીધો હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે. પોલીસ દ્વારા તળેટીથી શહેર તરફ જતા વાહનોની પણ તપાસ આદરી છે. તળેટી વિસ્તારમાં રહેલા સીસીટીવી ફૂટેજ દ્વારા રાઉન્ડ ધ ક્લોક નજર રાખવામાં આવી રહી છે. જોકે ગુમ થયાના બે દિવસ બાદ પણ હજુ મહાદેવ ભારતી બાપુ મળી ન આવતા અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application