BREAKING NEWS

મહાપાલિકાના આવાસો ભાડે આપવાનો ધીકતો ધંધો:વધુ છ આવાસ સીલ કરાયા

  • October 06, 2025 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત ઘરવિહોણા ગરીબો માટે નિર્માણ કરાયેલા આવાસો ખુદ લાભાર્થીઓ દ્વારા જ ભાડે આપવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે, મ્યુનિ. આવાસ વિભાગ દ્વારા ક્યારેક ક્યારેક ચેકિંગ કરાય છે, અને જ્યારે પણ ચેકિંગ કરાય છે ત્યારે અચૂક ભાડુઆતો મળે છે. દરમિયાન તાજેતરમાં વધુ છ આવાસોમાં મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડ્યે રાજકોટ મહાપાલિકા દ્વારા ત્રણ ટાઉનશીપના કુલ છ આવાસ સીલ કરવામાં આવ્યા હતા.

વધુમાં આવાસ યોજના વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કુવાડવા રોડ ઉપરની ઉધમસિંહ ટાઉનશીપના ત્રણ આવાસમાં, મવડીમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેની લક્ષ્મણ ટાઉનશીપમાં બે આવાસમાં તેમજ વાવડી ગામ પાસે આવેલી લક્ષ્મણરાવ ઇનામદાર ટાઉનશીપમાં એક આવાસમાં મળી કુલ છ આવાસોમાં મુળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડતા રાજકોટ મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application