ગુજરાત સરકારે આગામી બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા) ની જાહેર રજાની તારીખમાં ફેરફાર કર્યો છે. અગાઉ ૨૭ મે, ૨૦૨૬ (બુધવાર) ના રોજ રજા હતી, તેને સુધારીને હવે ૨૮ મે, ૨૦૨૬ (ગુરુવાર) ના રોજ રજા જાહેર કરવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગના જડત સચિવ જ્વલંત ત્રિવેદી દ્વારા હસ્તાક્ષરિત જાહેરનામા મુજબ, ૨૦૨૬ના વર્ષ માટે અગાઉના જાહેરનામામાં કરેલા સુધારા અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા આદેશ મુજબ હવે ૨૭ મેના રોજ સરકારી કચેરીઓ અને બેંકો ચાલુ રહેશે અને ૨૮ મેના રોજ બંધ રહેશે. આ ફેરફાર તમામ સરકારી કચેરીઓ, બેંકો, જાહેર સાહસો, બોર્ડ અને પંચાયત કચેરીઓને લાગુ પડશે.