BREAKING NEWS

ગુજરાતના રાજકારણમાં ખળભળાટ....વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું અચાનક રાજીનામું પડતા રાજકીય ચર્ચા

  • December 25, 2025 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું.અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાના કારણે આપ્યું રાજીનામું આપ્યાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અચાનક પડેલા આ રાજીનામાના કારણે ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિવાસ્થાને આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રીરત્નાકરજી ની ઉપસ્થિતિમાં વિધાનસભા અધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ રાજીનામું સુપરત કર્યું હતું.


અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજીનામાનો સ્વીકાર કરી લીધો

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. અચાનક પડેલા રાજીનામાના કારણે ગાંધીનગરના રાજકારણમાં અનેક તર્ક વિતરકો સર્જાયા છે. રાજીનામા બાદ જેઠાભાઈ ભરવાડે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમની ઉપર અન્ય હોદ્દાઓની જવાબદારીઓ વધતા તેઓ ઉપાધ્યક્ષ પદ માટે પૂરતો સમય આપી શકતા નથી, જેના કારણે તેમણે આ નિર્ણય લીધો છે. જોકે રાજીનામું અચાનક આવ્યું હોવાથી વિધાનસભા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.


રાજ્યના અનુભવી રાજકારણીમાં ગણના

જેઠાભાઈ ભરવાડ રાજ્યના અનુભવી રાજકારણીમા ગણના થાય છે. અને વિધાનસભામાં તેમની ભૂમિકા સક્રિય અને સંતુલિત રહી છે. ઉપાધ્યક્ષ તરીકે તેમણે સભાની કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના રાજીનામાથી હવે આ પદ ખાલી પડ્યું છે અને આગામી દિવસોમાં આ પદે નવી નિમણૂક અંગે રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે.


ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો

હાલ સુધી સરકાર કે પક્ષ તરફથી રાજીનામા પાછળ અન્ય કોઈ કારણ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સત્તાવાર રીતે વ્યસ્તતાનું કારણ જ આગળ ધરવામાં આવ્યું છે. તેમ છતાં, વિધાનસભાના મહત્વના પદ પરથી અચાનક રાજીનામું આવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application