BREAKING NEWS

દિલ્હીમાં ખતરો હજુ ટળ્યો નથી: આતંકીઓ બે કારમાં આવ્યા હતા, હજુ એક કાર ફરી રહી છે

  • November 12, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીમાં થયેલા કાર બોમ્બ બ્લાસ્ટને લઇને નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. આતંકીઓ એક કારમાં નહીં પણ બે કારમાં આવ્યા હતા એક કારના તો બ્લાસ્ટમાં કુરચા ઉડી ગયા હતા. પરંતુ રાજધાનીમાં હજુ પણ એક જોખમી ફરી રહી હોવાનો ખુલાસો થયો છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ફરીદાબાદ જૈશ આતંકી મોડયુલના શંકાસ્પદ આતંકી દિલ્હીમાં હજુ પણ ફરી રહ્યા છે. શંકાસ્પદો બે કારોથી દિલ્હી પહોંચ્યા હતા. ચાંદની ચોક પાર્કિંગમાં પણ એક સાથે હતી. આતંકીઓની બીજી ઇકો સ્પોર્ટસ કાર હજુ પણ દિલ્હીમાં ફરી રહી છે. આ ખુલાસો ઘટના સ્થળ પાસે પાર્કિંગ અને ઘટના સ્થળ પાસે લાગેલ સીસીટીવી કેમેરાથી થયો છે. એક આતંકી લાલ રંગની ઇકો સ્પોર્ટસ કારમાં ફરી રહ્યો છે.


બ્લાસ્ટનું ષડ્યંત્ર બનાવવા ટેલિગ્રામનો ઉપયોગ કરાયો હતો

દિલ્હી બોમ્બ વિસ્ફોટો અંગે એક મોટો ખુલાસો થયો છે. આ કાવતરામાં ટેલિગ્રામ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ ‘રેડિકલાઇઝ્ડ ડોક્ટર્સ’ નામનું એક ટેલિગ્રામ ગ્રુપ બનાવ્યું હતું જેના દ્વારા તેઓ વાતચીત કરતા હતા. આ નેટવર્કમાં અદીલ, ઉમર અને મુઝમ્મિલ જેવા વ્યક્તિઓનો સમાવેશ થતો હતો, જેઓ લગભગ 15 દિવસથી સક્રિય હતા. ફાર્માકોલોજીના પ્રોફેસર ડૉ. શાહીન આ કેસમાં મુખ્ય વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. એવું માનવામાં આવે છે કે તેણીને વિસ્ફોટકો બનાવવાનું જ્ઞાન હતું અને તેણે કાવતરા માટે ભંડોળ પૂરું પાડ્યું હતું. તે જૈશની મહિલા પાંખ સાથે સંકળાયેલી હતી અને પાકિસ્તાનમાં તેની વડા, સાદિયાના સંપર્કમાં હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News