બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 21 લોકોના મોતથી ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા છે. 18 મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. મૃતક તમામ લોકોને ફેક્ટરીનો માલિક ફટાકડાની ફેક્ટરીમાં સુતળી બોમ્બ બનાવવા લઈ આવ્યો હતો. આ ઘટનાને લઈ આરોપી ફેક્ટરી માલિક પિતા-પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની એલસીબી દ્વારા ધરપકડ કરી સાઅપરાધ મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે.
ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં અત્યંત વિસ્ફોટક એવો પ્રતિબંધિત એલ્યુમિનિયમ પાવડર તેમજ સોડિયમ અને સલ્ફેટ પાવડર વાપરવામાં આવતો હતો. જેના કારણે બ્લાસ્ટ થયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા અને પોસ્ટ મોર્ટમ બાદ મધ્યપ્રદેશના સિંઘલપુરના 18 શ્રમિકોના મૃતદેહો મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, જ્યાં અકસ્માત સર્જાયો ત્યાં ફક્ત ગોડાઉન નહતું પરંતુ, ફટાકડાં બનાવવામાં આવતા હતાં. ગોડાઉનના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ સિવાય ફટાકડાંની ફેક્ટરીમાં સુતળી બોમ્બ બનાવવાને લઈને પણ મોટા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં અમદાવાદના નારોલનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નારોલના અગ્રવાલ નામનો વ્યક્તિ અહીં ફટાકડાં બનાવવા માટે એેલ્યુમિનિયમ પાઉડર મોકલવામાં આવ્યો હતો. કોઈપણ સરકારી મંજૂરી વિના અહીં ધોળા દિવસે ફટાકડાં બનાવવામાં આવતા હતાં.
ડીસામાં કેટલાય વર્ષોથી ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા ખૂબચંદે થોડા વર્ષો પૂર્વે ઢૂવા રોડ પર જગ્યા લીધી અને ત્યાં જ પત્નીના નામનું રજિસ્ટ્રેશન મેળવીને ફર્મ ઉભી કરી હતી. અને તમામ બેંકિંગ વ્યવહારો પણ પત્નીના નામે કર્યા. ખૂબચંદે પોતાના ફટાકડાના વ્યવસાયનો દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધી વિસ્તાર વધાર્યો હતો.
દિપક અગાઉ મેચ પર સટ્ટો રમતા ઝડપાયો હતો
આરોપી દિપક મોહનાની અગાઉ વર્ષ 2024માં ટી-20 લીગમાં મેચ પર સટ્ટો રમતા ઝડપાયો હતો અને તે સમયે પોલીસે તેની ધરપકડ કરી હતી. ડીસાની ઘટના બાદ રાજ્યમાં જુદાજુદા સ્થળો પર ફટાકડાની ફેક્ટરીઓ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
નાના ભાઇ સાથે કુટુંબના 9 સંબંધીઓના મોત થયા: સ્વજન
મૃતકના સ્વજન રાજેશ સતનારાયણ નાયકે કહ્યું કે, અમે પહેલાં હરદામાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં કામ કરતાં હતા. ત્યાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીઓ બંધ થઇ હતી. જેથી રોજગારીની શોધમાં ડીસા આવ્યા. ઠેકેદાર લક્ષ્મી અમને અહીં લાવી હતી. અમે રવિવારે જ અહીં આવ્યા હતા. ધડાકો થયો ત્યારે 24 જેટલાં લોકો ફેક્ટરીમાં હતા. આ અકસ્માતમાં મારો સગો નાનો ભાઈ વિષ્ણુનું મોત થયું છે. આ ઉપરાંત મારી બે ફોઇના પરિવારના 9 લોકોના મોત થયા છે. મારો મિત્ર નખલ ગંગારામજીનો આખે આખો 6 સભ્યોનો પરિવાર મોતને ભેટ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech