રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર શિવધારા સોસાયટીમાં રહેતા વેપારી યુવકને ફાયનાન્સ કંપનીના કર્મચારીઓએ ઠગાઈ કરી હોમ લોનના બદલે બિઝનેશ લોન કરાવી દીધા બાદ હપ્તો ભરવામાં એક દિવસ મોડું થતા શખસોએ ધાકધમકી આપી પેનલ્ટીઓ વસુલી ત્રાસ આપતા હોવાથી કંટાળી યુવકે અઢી માસ પૂર્વે સ્યુસાઈટ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની તકના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ સામે મરવા મજબુર કર્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કોઠારીયા રોડ પર આવેલ શીવધામ સોસાયટી શેરી નં ૩માં રહેતા અને વાયરમેન તરીકે કામ કરતા ભરતભાઈ રામજીભાઈ મહેતાએ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ ભરતના નાના ભાઈ દેવશંકરભાઈ ભગવતીપરા વિસ્તારમાં ભાડેથી રહેતા હોય તેને પોતાનું મકાન લેવું હોય નાણાની જરૂરિયાત ઊભી થતા પોતાની પાસે પૈસાની વ્યવસ્થાન હોવાથી લોન લેવા ફાયનાન્સ કંપનીની શોધમાં હતો તે દરમિયાન સિધ્ધાર્થ ગોંડલીયાનો સંપર્કનો પરિચય થયો હતો.
જેથી સિદ્ધાર્થ ગોંડલીયા સિધ્ધરાજ ગુજરીયા અને ત્રણ અજાણ્યા હિન્દીભાસી શખસો સાથે વાતચીત શરૂ કરી હતી જેથી સિદ્ધાર્થે દેવશંકરને તમારૂ ઘર લેવા ઓછા વ્યાજદરે હાઉસીંગ લોન કરાવી આપીશ કહી જે મકાન ખરીદવાનો હતો તેનો વિમો કોટક ઈન્સ્યોરન્સમાંથી રૂ.૨૦ લાખ કરાવી આપેલ હતો.
ત્યારબાદ કંપનીએ વિમાના આધારે રૂ.૩૩ લાખની લોન આપેલ જેમાં દર મહિને હપ્તો ૩૯,૫૨૭નો આવતા દેવશંકર એ વર્ષ ૨૦૨૪ના નવેમ્બરથી ભરવાનું શરૂ કર્યુ હતું. દર માસની તા.૫ સુધીમાં હપ્તો ન ભરતા ફાયનાન્સરોના માણસો ઘરે આવી ૩ હજારની પેનલ્ટી ભરવાનું કહી અવાર-નવાર ધમકાવતા હતા.
જેથી ભરતભાઈ મહેતાને શંકા જતા વિસ્તાર ફાયનાન્સમાંથી લોનનું સ્ટેટમેન્ટ કઢાવતા જાણવા મળ્યું કે દેવશંકરભાઈને બિઝનેશ લોન આપવામાં આવેલ છે. એ લોન પેટે ૧૫ ટકા ફિકસ વ્યાજદર લાગે છે. તેનો હપ્તો રૂ.૪૬,૧૯૭ ભર્યા માત્ર મૂડીમાંથી માત્ર ૪,૯૯૯ બાદ થતા હતા.અને પેનલ્ટી પેટે રૂ.૩ હજાર લઈ તેની કોઈ રસીદ આપતા ન હોય અને ધમકી આપતા હતા.
તેમજ દેવ શંકરને મરવુ હોય તો મરી જાવ પરંતુ પૈસા આપવા પડશે તેમ કહી નાણાની પઠાણી ઉઘરાણી અને ધમકીઓથી કંટાળી તેના ભાઈએ કંટાળી ચિઠ્ઠી લખી લખી આત્મહત્યા કરી લીધાનું જણાવતા બી ડિવિઝન પોલીસે મરવા મજબુરનો ગુનો નોંધી તે આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પી.એસ.આઇ.એમ સ્યોરા ચલાવી રહ્યા છે.