મવડી ગામ પાસે આવેલા શિવમ પાર્ક નજીક મંદિરમાં દર્શનાર્થીના સ્વાંગમાં આવેલા શખસે અહીંથી પાંચ તોલાનું સોનાનું છત્તર ઉઠાવી ગયો હતો. મંદિરના સંચાલકે સીસીટીવી ફટેજ ચકાસતા ટોપી અને માસ્ક પહેરી દર્શન કરવા આવેલા શખસે આ છત્તર ઉઠાવી જતો જોવા મળ્યો હતો. બે માસ પૂર્વે બનેલી આ ઘટના બની હતી પરંતુ ચોર અહીં છત્તર પરત મૂકી જશે. તેવી શ્રદ્ધા રાખી જે તે સમયે ફરિયાદ કરી ન હતી બાદમાં આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મવડીમાં બાપાસીતારામ ચોકથી આગળ આલાપ મેઈન રોડ પર બંસરી પાર્કમાં રહેતા અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા મહેશભાઈ વલ્લભભાઈ મેઘાણી(ઉ.વ ૪૨) દ્રારા ચોરીની આ ઘટના અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગત તારીખ ૧૯૧ળ૨૦૨૩ ના સવારના ૬:૩૦ થી ૭:૦૦ વાગ્યાના અરસામાં ફરિયાદીના પિતાજી વલ્લભભાઈ અહીં પૂજા અર્ચના કરવા માટે મંદિરે જતા પૂજાવિધિ પૂર્ણ કર્યા બાદ મંદિરના આગળના ભાગે આવેલી જગ્યામાં નિત્યક્રમ મુજબ પક્ષીઓને ચણ નાખવા ગયા હતા. દરમિયાન અહીં એક અજાણ્યો શખ્સ મંદિરમાં દર્શન કરવા માટે આવ્યો હતો. આ શખસે માતાજીના શણગારમાં જે સોના– ચાંદીના છત્તર હતા તે પૈકીના સોનાનું છત્તર જેનું વજન આશરે પાંચ તોલા હોય જેની અંદાજિત કિંમત રૂપિયા દોઢ લાખ જેવી હોય તે ચોરી કરી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech