BREAKING NEWS

ખાટુશ્યામ મંદિરમાં દાનપેટી તોડી 65, હજારની ચોરીનો ભેદ ઉકેલાયો

  • November 24, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર ગામ પાસે આવેલા સૈનિક સોસાયટી પાસે કર્નલ બંગલોની બાજુમાં નિર્માણાધીન ખાટુશ્યામ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરમાંથી દાન પેટી તોડી 65,000 ની ચોરી થયા અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા ના ગણતરીના જ કલાકોમાં 16 થી પણ વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત આરોપીને ઝડપી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઓલી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ જામનગર રોડ પર સૈનિક સોસાયટી નજીક નવનિર્મિત ખાટું શ્યામ મંદિરમાં છેલ્લા ચારેક માસથી પૂજાપાઠ કરતા પૂજારી રિશીકુમાર શર્માએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તારીખ ૨૦મી નવેમ્બરના રોજ રાત્રે મંદિરના મુખ્ય દરવાજાને તાળું મારી પૂજારી નિવાસસ્થાન કૈલાશપાર્ક, જામનગર રોડ ગયા હતા. બીજા દિવસે, તારીખ ૨૧મી નવેમ્બરના વહેલી સવારે તેઓ નિયમિત પૂજા-પાઠ માટે મંદિરે પાછા ફર્યા ત્યારે મુખ્ય દરવાજો ખોલીને અંદર જોતાં જ તેમને દાનપેટીની સ્થિતિ પરથી ચોરી થઈ હોવાનુ ધ્યાને આવ્યું હતું

મંદિરમાં સ્ટીલની દાનપેટી, જેના નીચેના ભાગમાં રોકડ કાઢવાનો નાનો દરવાજો હતો, તે તોડેલી હાલતમાં જોવા મળી હતી. આ ઉપરાંત, દાનપેટીની બાજુમાં હાથ વગરનું એક ત્રિકમ પાવડો પણ પડેલો મળી આવ્યો હતો, જેનો ઉપયોગ તસ્કરે દરવાજો તોડવામાં કર્યો હોવાનું દાનપેટીમાં તપાસ કરતાં તે સંપૂર્ણપણે ખાલી નજરે પડતાં, પૂજારીએ તાત્કાલિક મંદિર ટ્રસ્ટના સભ્યોને આ અંગે જાણ કરી હતી.

અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એમ વી જાડેજા સહિતની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરનું પગેરુ દેશુર ભગત શીતલ પાર્ક ચોક નજીક થી વિવેક વિરેન્દ્રસિંગ ચૌહાણ ઉમર 39 રહે ગ્રીનલેન્ડ ચોકડી મૂળ યુપી વાળા ને 1870 રોકડ સાથે ઝડપી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની કામગીરીમાં પીઆઇ એમ આર મેઘાણી પી એસ આઇ એમ વી જાડેજા વીડી રાવલીયા રવિ ગઢવી સહદેવસિંહ જાડેજા ભવદીપસિંહ ગોહિલ મુકેશભાઈ સબાડ, રઘુવીર સિંહ જાડેજા શહીદ ની ટીમ જોડાઈ હતી.


વિવેક ચૌહાણ સામે જુદા જુદા પોલીસ મથકમાં 16 ગુના

ગાંધીગ્રામ ડી સ્ટાફે ખાટું શ્યામ મંદિરની દાનપેટી ચોરીના ગુનામાં ઝડપી લીધેલા આરોપી વિવેક ચૌહાણ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હોવાનું તેમજ રાજકોટના ગાંધીગ્રામ માલવિયાનગર યુનિવર્સિટી પોલીસ મથક સહિતના જુદા જુદા પોલીસ મથકમાં મંદિર ચોરી સહિતના ૧૬ જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application