રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટનામાં ભોગ બનેલા વિરેન્દ્રસિંહ જાડેજાના દીકરી વીરેન્દ્રસિંહ જાડેજાની દીકરી દેવિકાબા જાડેજાએ જણાવ્યું હતું કે, અમે આશરે ૫ વાગે ૧૦ લોકો ગેમ ઝોનમાં ગયા હતા. જેમાંથી ૫ લોકો હજુ ગુમ છે. અમે આખું ફેમિલી એકસાથે ગયું હતું. મારાં મમ્મી–પપ્પા, ભાઈ, મારા મામાનું ફેમિલી પણ અમારી સાથે હતું. અમે બધા રેસ્ટોરન્ટમાં હતા. ઉપર ખાલી મારા બે ભાઈ અને એક બહેનને જ ઉપર મોકલ્યાં હતાં. એ લોકો ત્યાં ટ્રેમ્પોલિંગ ગેમ રમતાં હતાં. યારે અમે બધા નીચે રેસ્ટોરન્ટમાં બેઠાં હતાં.
એટલીવારમાં આગ લાગી હતી. તેથી મારા પપ્પા અને મામા બંને દોડીને ઉપર ગયા હતા. તે લોકો ઉપર પહોંચ્યા એટલીવારમાં બેવાર બ્લાસ્ટ થઈ ચૂકયો હતો. જેથી કોઈ બહાર જ ન નીકળી શકયા. ત્યાં ફાયરની સેફિટને લગતા કોઈપણ સાધન ન હતાં. કોઈ ફાયર એલાર્મ પણ વાગ્યો ન હતો, જેથી કોઈને આગ અંગે જાણ થઈ નહીં. સેટી માટેનાં કોઈ સાધનો ન હતાં. ફાયર એકિઝટ પણ ન હતું. જેથી લોકો ત્યાંથી બહાર નીકળી શકયા નહીં.લગભગ ૧૫–૨૦ મિનિટમાં આગ લાગી ગઈ હતી. કોઈ આગ બુઝાવવા માટે કાંઈ કરતું જ ન હતું. બધો સ્ટાફ પોતાની સેટી જોઈ બહાર નીકળી રહ્યો હતો. આટલા લોકોના જીવ ગયા છે તો મારી તત્રં પાસે એક જ માગ છે કે, સામે એ લોકોના પણ જીવ જાય તેવી જ સજા તેમને મળવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં બોલાવવામાં આવી સંસદની ઇમરજન્સી બેઠક, રાષ્ટ્રપતિએ નોટિસ જારી કરી
May 04, 2025 10:33 AMઅમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ગરમીમાં રાહત, આજે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
May 04, 2025 10:18 AMગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech