કરોડપતિઓની સંખ્યા હજુ વધશે
નાઈટ ફ્રેન્કનો અંદાજ છે કે ભારતમાં ઉચ્ચ સંપત્તિ ધરાવતા વ્યક્તિઓ ની સંખ્યા 2028 સુધીમાં વધીને 93,753 થઈ જશે. આ વધારો ભારતના મજબૂત આર્થિક વિકાસ દર, રોકાણની વધતી તકો અને લક્ઝરી બજારના વિસ્તરણને પ્રતિબિંબિત કરે છે.ભારતમાં હાઈ-નેટ-વર્થ વ્યક્તિઓની સંખ્યા 2024માં 85,698 સુધી પહોંચી છે , જે 2023 કરતા 6 ટકા વધુ છે. આ સંખ્યા 2028 સુધીમાં 93,753 સુધી પહોંચવાનો અંદાજ છે.
અબજોપતિઓની સંખ્યા 191 સુધી પહોંચવાની ધારણા
કરોડપતિઓ ઉપરાંત, અબજોપતિઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. ભારતમાં અબજોપતિઓની સંખ્યા 191 સુધી પહોંચવાની ધારણા છે. ગયા વર્ષે, 26 નવા અબજોપતિઓ બનાવવામાં આવ્યા હતા, જ્યારે 2019માં આ સંખ્યા ફક્ત 7 હતી. ભારતીય અબજોપતિઓની કુલ સંપત્તિ 950 બિલિયન ડોલર (લગભગ રૂ. 79 લાખ કરોડ) છે. આ આંકડો ભારતને વિશ્વમાં ત્રીજા સ્થાને લાવે છે. અમેરિકા પહેલા નંબરે (૫.૭ ટ્રિલિયન ડોલર) અને ચીન બીજા નંબરે (૧.૩૪ ટ્રિલિયન ડોલર) છે.
શ્રીમંત લોકોની સંખ્યા વધવાનું કારણ
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલના મતે, ભારતમાં ધનિક લોકોની વધતી સંખ્યા દેશની આર્થિક મજબૂતાઈ અને લાંબા ગાળાની વૃદ્ધિ દર્શાવે છે. તેમણે કહ્યું, "ભારતમાંહાઈ-નેટ-વર્થ વ્યક્તિઓની સંખ્યામાં વધારો ઉદ્યોગસાહસિકતા, વૈશ્વિક એકીકરણ અને નવા ઉદ્યોગોને કારણે થઈ રહ્યો છે." આ ઉપરાંત, ભારતના ધનિક લોકોની રોકાણ પ્રાથમિકતાઓ પણ બદલાઈ રહી છે. તેઓ હવે રિયલ એસ્ટેટથી લઈને વૈશ્વિક ઇક્વિટી સુધીના વિવિધ એસેટ વર્ગોમાં રોકાણ કરી રહ્યા છે.
વિશ્વમાં અબજોપતિઓની સંખ્યા
દુનિયાભરમાં અબજોપતિઓની સંખ્યા સતત વધી રહી છે. આ લોકો એટલી બધી સંપત્તિ એકઠી કરે છે કે તેમની સંપત્તિ ઘણા દેશોના જીડીપી કરતાં પણ વધુ છે. ફોર્બ્સના અહેવાલ મુજબ, 2024 માં વિશ્વભરના 78 દેશોમાંથી 2,781 અબજોપતિઓ છે. આમાંથી, સૌથી વધુ અબજોપતિઓ અમેરિકામાં છે, જ્યારે ભારતે આ યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech