BREAKING NEWS

રાજકોટવાસીઓ ભ્રમમાં ન રહેતા...વ્યાજમાફી મિલકત વેરામાં આ લોકો લાભ નહી લઇ શકે

  • February 16, 2026 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા દ્વારા ૧૦ વર્ષના લાંબા સમયગાળા બાદ મધ્યમવર્ગીય બાકીદારો માટે વ્યાજમાફી યોજના શરૂ કરવામાં આવી છે. જેને જબરો પ્રતિસાદ સાંપડ્યો છે. પરંતુ આ યોજના પૂર્વે અમલી કરાયેલી બાકી વેરોમાં હપ્તા પધ્ધતિથી ભરવાની યોજનાનો લાભ લેનાર બાકીદારોને વ્યાજમાફી યોજનાનો કોઇ લાભ મળવાપાત્ર થશે નહીં તેવું તાજેતરમાં સ્પષ્ટ થયું છે.


મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, બાકીદારો તેમનો બાકીવેરો હપ્તા પધ્ધતિથી ચૂકવી શકે તે માટે લાગુ કરાયેલી ઇન્સ્ટોલમેન્ટ સ્કિમમાં જોડાયેલા અરજદારને એવો લાભ મળતો કે તેઓ બાકીવેરાનો પ્રથમ હપ્તો ભરે ત્યારથી બાકીવેરા ઉપર ચડતા વ્યાજની ગણતરી બંધ કરવામાં આવતી હતી, તે સ્કિમ અંતર્ગત નક્કી કરાયેલા હપ્તાઓમાં સ્કીમમાં જોડાયા સુધીના વ્યાજની રકમ પણ સમાવિષ્ટ રહેતી હોય છે. દરમિયાન તાજેતરમાં વ્યાજ માફી યોજના શરૂ થતા આ પ્રકારના બાકીદારોને વ્યાજમાફી યોજનાનો લાભ મળે તેમ નથી.


એક સાથે મોટી રકમ ભરી શકે તેમ ન હોવાથી હપ્તા યોજનાનો લાભ લેનારને જો હવે વ્યાજમાફી જોઇતી હોય તો એક સાથે તમામ રકમ ભરવી પડે તેમ હોય આવા અનેક બાકીદાર એક સાથે રકમ ભરી શકે તેમ નહીં હોવાથી વ્યાજ માફી યોજનાનો લાભ મળવાપાત્ર નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application