સલમાન ખાનના ઘરની બહાર અજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગથી તેના ચાહકો ચિંતિત છે. આ ઘટનામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ગુરગાઓ સામેલ હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. દરેક લોકો આ ઘટનાની ટીકા કરી રહ્યા છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ ઘટના બાદ સલમાનના ચાહકો અને સેલેબ્સે સલમાન ખાન વિશે ચિંતા વ્યક્ત કરી હતી, જો કે આ ઘટનાને લઈને ઘણા સાચા અને ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે, જેના પર સલમાન ખાનના ભાઈ અરબાઝે એક નિવેદન જાહેર કર્યું છે. નોધનીય છે કે રવિવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. સૂત્રોનું કહેવું છે કે સલમાન ફાયરિંગની ઘટના પર ધ્યાન નથી આપવા માંગતા કારણ કે તેમને લાગે છે કે હુમલાખોરનો હેતુ એક્ટરને શાંતીથી ઘરે બેસાડવાનો હતો.
અરબાઝ ખાને ઘરની બહાર ફાયરિંગ પર એક લાંબી નોટ લખી છે, જે તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે, 'મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા હુમલાખોરોએ ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર કર્યો, જેના કારણે અમારો પરિવાર ખૂબ જ પરેશાન છે. આ ઘટનાથી પરિવાર આઘાતમાં છે. કમનસીબે કેટલાક લોકો પરિવારની નજીક હોવાનો દાવો કરી રહ્યા છે અને પ્રવક્તા બનીને મીડિયા સમક્ષ બેજવાબદાર નિવેદનો આપી રહ્યા છે.
પબ્લિસિટી સ્ટંટ
અરબાઝ ખાને નિવેદનમાં આગળ લખ્યું, 'તેઓ કહી રહ્યા છે કે આ બધો પબ્લિસિટી સ્ટંટ હતો અને તેનાથી પરિવાર પર કોઈ અસર થઈ નથી, જે બિલકુલ યોગ્ય નથી. આવા નિવેદનોને ગંભીરતાથી ન લો. સલીમ ખાનના પરિવારના કોઈ સભ્યએ મીડિયા સમક્ષ જઈને આ ઘટના અંગે કોઈ નિવેદન આપ્યું નથી. હાલ પરિવાર પોલીસને ઘટનાની તપાસમાં સહકાર આપી રહ્યો છે. અમને મુંબઈ પોલીસ પર વિશ્વાસ છે. અમને ખાતરી આપવામાં આવી છે કે તેઓ પરિવારની સુરક્ષા માટે બધું જ કરશે. તમારા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર.' તમને જણાવી દઈએ કે 'બ્લેક ડીયર કેસ'ના કારણે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનથી નારાજ છે અને પોતાને બિશ્નોઈ સમુદાયનો પ્રતિનિધિ માને છે. ગેંગસ્ટર ઈચ્છે છે કે સલમાન ખાન બિશ્નોઈ સમુદાયની માફી માંગે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech