BREAKING NEWS

જંગલેશ્વર ડિમોલિશનના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ નહીં જ અપાય, પાત્રતા હશે તો નવી આવાસ યોજનામાં અરજી કરી શકશે

  • February 25, 2026 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જંગલેશ્વર ડિમોલિશનના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવાની માંગ ઉઠી છે પરંતુ વૈકલ્પિક આવાસો નહીં અપાય. આગામી દિવસોમાં નિર્માણ થનારી નવી આવાસ યોજનામાં પાત્રતા ધરાવતા હોય તેવા નાગરિકો અરજી કરીને નિયમ મુજબ ની કિંમત ચૂકવીને આવાસ મેળવી શકશે.


મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હાલ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આવાસોની કુલ સંખ્યા ૩૭૦૦૦ છે જેમાંથી જંગલેશ્વર વિસ્તારમાં હાલ સુધીમાં આપવામાં આવેલ આવાસોની સંખ્યા ૮૭૩ છે. અંદાજીત ૨૦૦ જેવા મકાનો એકસમાન એલીવેશન ધરાવતા આધુનિક પ્રકારના જોવા મળેલ હતા.આ ઉપરાંત સમાન પ્રકારની ઓરડીઓ કે જે ભાડે આપેલ હોવાનું દેખીતી રીતે જ જણાય આવેલ તેવા અંદાજીત ૨૫૦ જેટલા દબાણો હતા.જે મકાનોની કીમત પાંચ લાખથી વધુ થઇ શકે તેવા અંદાજીત ૭૫૦થી વધુ મકાનો હતા.અંદાજીત ૨૫૦ જેટલા મકાનો જેની અંદાજીત કીમત ૧૫ કે ૨૦ લાખથી વધુ હોય તે પ્રકારના મકાનો હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application