BREAKING NEWS

ગુજરાતના ત્રણ IAS અધિકારીઓને વધારાનો હવાલો સોંપાયો, જાણો કોને ક્યો વધારાનો ચાર્જ આપ્યો

  • January 02, 2026 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સનદી અધિકારીઓની ચાર્જ સંબંધીત બદલાવ કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ ડૉ. રાજેન્દ્ર કુમાર, આઈએએસ (2004, ગુજરાત કેડર) હાલ ટ્રાન્સપોર્ટ કમિશનર, ગાંધીનગર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમને હવે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. (જીએસએફસી), વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ સાથે સંજીવ કુમારને આ પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.


રાજકુમાર બેનીવાલ, (2004, ગુજરાત કેડર)હાલ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. (જીએનએફ‌સી), ભરુચના મેનેજિંગ ડિરેક્ટર છે. તેમને હવે અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ હેઠળ સેક્રેટરી (હાઉસિંગ અને નિર્મલ ગુજરાત) તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.


કે.એલ. બાચાણી, આઈએએસ (2010) હાલ ગુજરાત રાજ્યના માહિતી કમિશનર, ગાંધીનગર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમને હવે અમદાવાદના સિવિલ એવિએશન કમિશનર તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. આ સાથે જ ડૉ. ધવલકુમાર કિરીટકુમાર પટેલ, આઇએએસને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ વ્યવસ્થાઓ આગામી આદેશ સુધી અમલમાં રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News