અમેરિકામાં ભારતીય ડોકટરો સાથે ભેદભાવ કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ ડોકટરોએ આ અંગે કેસ દાખલ કર્યેા છે.ત્રણ ભારતીય–અમેરિકન તબીબી વ્યાવસાયિકોએ નોર્થઈસ્ટ યોર્જિયા હેલ્થ સિસ્ટમ સામે વંશીય ભેદભાવનો દાવો દાખલ કર્યેા છે. જો કે આ ઘટના ૨૮ જાન્યુઆરીની છે.
ડોકટરોએ આરોપ લગાવ્યો છે કે ભારતીય હોવાને કારણે તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો. તેમના કામમાં જાણી જોઈને વિક્ષેપ પાડવામાં આવ્યો અને તેમની કાર્યક્ષમતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. ડો. કપિલ પારીક, ડો. યોતિ માનેકર અને ડો. અનિશા પટેલે ચાર યુએસ મેડિકલ ગ્રુપ્સ સામે દાવો દાખલ કર્યેા છે ડોકટરોએ વધુમાં આરોપ લગાવ્યો કે ફરિયાદ કર્યા પછી તેમની સાથે બદલો લેવામાં આવ્યો. તેમને એનજીએચએસથી નોર્થસાઇડ હોસ્પિટલ અને યોર્જિયા યુરોલોજીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાં પણ તેને આવા જ વર્તનનો સામનો કરવો પડો.
ભારતીય સમુદાય અમેરિકામાં એસટીએએમ ક્ષેત્રમાં મોટું યોગદાન આપે છે, પરંતુ તેઓ હજુ પણ કાર્યસ્થળ પર વંશીય ભેદભાવનો સામનો કરે છે. વર્તમાન વાતાવરણમાં, ઇમિગ્રન્ટ સમુદાયો પ્રત્યે નફરતના આવા કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં ટ્રમ્પ વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ અંગે કડક નિયમો બનાવ્યા છે. તેમને તેમના ઘરે પાછા મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ લાઇટમાં સેંકડો ભારતીયોને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા છે.
એનજીએચએસએ શું કહ્યું?
એનજીએચએસએ તેના વકીલ દ્રારા કેસ અંગે એક નિવેદન પણ બહાર પાડું છે. આ એક સક્રિય મુકદ્દમા છે તેથી અમે કોઈ ટિપ્પણી કરવાની સ્થિતિમાં નથી અને કોર્ટમાં દાવાઓનો સામનો કરવા તૈયાર છીએ, તેમણે કહ્યું. યોર્જિયા મેડિકલ ગ્રુપે વધુમાં દાવો કર્યેા હતો કે તે તેના કર્મચારીઓની વિવિધતાને મહત્વ આપે છે અને જાતિ, રંગ, રાષ્ટ્ર્રીય મૂળ, ઉંમર, અપંગતા અથવા લિંગના આધારે ભેદભાવ રાખતો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ, અંકલેશ્વરમાંથી ૧૦૦૦ કિલો દવાનો જથ્થો જપ્ત : પરવાના વગર ઉત્પાદન–વેચાણનું રેકેટ
May 02, 2025 11:40 AMપુરવઠા વિભાગ દ્વારા ૧૬ લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત
May 02, 2025 11:34 AMજામનગરમાં જીજી હોસ્પિટલ પાસે પોલીસનું ચેકીગ
May 02, 2025 11:34 AMજામનગરમાં દેશભક્તિના ગીતો સાથે ઉજવાયો ગુજરાત રાજ્ય સ્થાપના દિન
May 02, 2025 11:32 AMઆદિ શંકરાચાર્યજીની જન્મજયંતિ નિમિતે દ્વારકા શારદા પીઠમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો
May 02, 2025 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech