માન્ય પરવાના વગર દવાના ટ્રેડીંગ કરતી મે. એસ્ટીંમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદ તથા તેની સાથે સંડોવાયેલ અન્ય કંપનીઓમાં દરોડા પાડી પ્રેગાબેલીન નામના અંદાજીત રૂ ૨૧.૫૦ લાખની કિંમતનો બલ્ક ડ્રગનો ૧૦૦૦ કિ.ગ્રા. જથ્થો જ કરાયો છે.
આ સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, તંત્રને મળેલ બાતમી મુજબ એ.પી.આઇ.નું ટ્રેડીંગ કરતી મે. એસ્ટીંમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદને ત્યાં દરોડો પાડતાં અંદાજીત .૮૫ લાખની કિંમતનું ૪,૩૦૦ કિ.ગ્રા. પ્રેગાબેલીનનું વેચાણ કર્યાના પુરાવા મળ્યા હતા. અંકલેશ્વર ખાતે મે. એક્ષીસ ફાર્માકેમ કે જેના માલીક પ્રવીણભાઇ પટેલ અને આઇકોનીક ફાર્માકેમના ભાગીદારો ભાવેશભાઇ તથા અન્યની સંડોવણીથી આઇકોનીક ફાર્માકેમ, પાનોલી દ્રારા તેઓની કેમીકલ ફેકરીમાં દવા બનાવવાના કોઇપણ જાતના પરવાના ન હોવા છતાં પ્રેગાબેલીન દવા બનાવતાં પકડી પાડેલ છે. આ જગ્યાથી . ૨૧.૫૦ લાખની કિંમતનો ૧૦૦૦ કિ.ગ્રા. પ્રેગાબેલીન દવાનો જથ્થો નમુના લઈ કાયદેસરની કાર્યવાહી હેઠળ જ કરાયો છે.
તેમણે ઉમેયુ હતું કે, મે. એક્ષીસ ફાર્માકેમ પેઢી પોતાના લાયસન્સનો ઉપયોગ કરીને કોઇપણ જાતના ડોકયુમેન્ટ બનાવ્યા વગર મે. આઇકોનીક ફાર્માકેમ, પાનોલી, ભચમાંથી પ્રેગાબેલીન આઇપી મેળવી ૧ કિ.ગ્રા.ના ૨૦૦નું કમીશન લઈ લેબલ લગાવી વેચાણ બીલો બનાવી તેમના લાયસન્સ નંબરનો પણ ઉપયોગ કરી આ કેસમાં સીધીરીતે પણ સંડોવણી હોવાની જાણ થઈ છે. આ બનાવટનું ટેસ્ટીંગ મે. બાયોક્રોમ એનાલિટીકલ લેબ, અંકલેશ્વર, ભચ દ્રારા પીટીએલનાં કોઇપણ જાતના લાયસન્સ ન હોવા છતાં, કાયદેસરનાં કોઇપણ જાતનાં ડોકયુમેન્ટ રાખ્યાં વગર તેઓને વ્હોટસપ દ્રારા ટેસ્ટ રીપોર્ટ બનાવી આપતા હોવાનું આ કેસમાં ખુલાસો થયો છે.
આ કેસમાં વધુ તપાસ કરતાં મે. એસ્ટીંમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદની ભચમાં બ્રાન્ચ ચાલુ કરી કોઇપણ જાતનાં લાયસન્સ વગર એપીઆઇ પ્રેગાબેલીન તથા અન્ય એપીઆઇ કેમીકલનું વેચાણ કરતાં, કોમ્યુટરમાં જાતે જ ટેસ્ટ રીપોર્ટ બનાવી એપીઆઇનું મોટાપાયે વેચાણ કરતાં હોવાનું તંત્રએ જાણ્યું હતું. તેમને તે સ્થળેથી એપીઆઇ પ્રેગાબેલીનનું સેમ્પલ સેમ્પલ વડોદરા લેબોરેટરી ખાતે મોકલી ૩૫ કિગ્રા દવાનો મુદ્દામાલ કબજે કરાયો છે તેમ તેમણે ઉમેયુ હતું.
આમ, આ સમગ્ર દવાનાં કાૈંભાંડમાં મે. એસ્ટીમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદ અને ભચના માલિક નિમેષ શાહ અને પ્રોડકશન એકયુકેટીવ હરીશ અશ્વિનભાઇ જોષી, મે. એક્ષીસ ફાર્માકેમ, અંકલેશ્વર, ભચના માલિક પ્રવિણભાઇ પટેલ, મે. આઈકોનીક ફાર્માકેમ, પાનોલી, ભચના માલીક ભાવેશભાઇ ઘનશ્યામભાઇ ચલોડિયા અને મે. બાયોક્રોમ એનાલીટીકલ લેબ, અંકલેશ્વર, ભચના માલિક લલીત ફુલાભાઇ રૈયાણી સામેલ છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ તાજેતરમાં કોડીન ઘટક ધરાવતા શિરપનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો, સન ફાર્માની ડૂપ્લીકેટ દવા લેવીપીલ ૫૦૦ ટેબલેટનું વેચાણ કરતા ઇસમો અને ગાંધીનગર ખાતે વગર લાયસન્સે સ્પુરીયસ એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ડુપ્લીકેટ ફેકટરી પકડી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત મે. શ્રી હેલ્થકેર અને સુરત ખાતે કોસ્મેટીકની આડમાં એલોપેથીક દવા ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી દવા વેચાણ કરતી ફેકટરી પકડી પાડી તેમજ ભાવનગર ખાતે ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી કોસ્મેટીક બનાવટના કોઇપણ જાતના લાયસન્સ વગર ઉત્પાદન કરતી પેઢીઓ પર પાડેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમોમાં ડર ફેલાયો છે.
વધુમાં આ તંત્રના અધિકારીઓ આ દવામાં વપરાતા એ.પી.આઇ. કઇ–કઇ માર્કેટીંગ કંપનીઓનું તેમજ અન્ય ઉત્પાદકોના લાયસન્સ વાપરી દવા બનાવી ગેરકાયદેસર રીતે વેચતા હતા તથા ગુજરાત તેમજ અન્ય રાયોમાં આ દવાનું વેચાણ કયાં કયાં અને કેટલા સમય થી થતું હતું તેની આગળની તપાસ ચાલુ છે તેમ યાદીમાં જણાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech