ખંભાળિયા દ્વારકા માર્ગ પર ગત તારીખ 18 એપ્રિલ 2019 ના રોજ સવારના સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી અને રોયલ્ટી ઈન્સ્પેક્ટર બી.જે. ડોડીયા, માઈન્સ સુપરવાઇઝર હર્ષદભાઈ પ્રજાપતિ તથા સર્વેયર આર.બી. ગરસણીયા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ખનીજ ચોરી અંગેની પેટ્રોલિંગ કામગીરી કરવામાં આવી હતી. તે દરમિયાન આ માર્ગ પરથી પસાર થઈ રહેલા જી.જે. 10 યુ. 3862 અને જી.જે. 10 યુ. 6719 અને જી.જે. 10 યુ. 7976 નંબરના જુદા જુદા ત્રણ ટ્રકોને અટકાવી ચેકિંગ કરતા આ ટ્રકમાંથી બિલ્ડીંગ લાઈમ સ્ટોનનો જથ્થો મળી આવ્યો હતો.
આ પ્રકરણમાં અનઅધિકૃત રીતે રોયલ્ટી કે આધાર પુરાવા વગર બિલ્ડીંગ લાઈમ સ્ટોન (દંગડા પથ્થર)ની 10- 10 ટન જેટલી ખનીજ ચોરી ખુલતા આ પ્રકરણમાં કુલ રૂપિયા 7.65 લાખનો મુદ્દામાલ કબજે કરી, આ અંગે ભૂસ્તરશાસ્ત્રી હર્ષદ જી. પ્રજાપતિ દ્વારા અહીંના પોલીસ મથકમાં ઢેબર ગામના રહીશ આરોપી યુસુફ અબ્દુલ હિંગોરા, હારુન મુસા હિંગોરા અને આમદ અલ્લારખા હિંગોરા સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને પોલીસે આઈ.પી.સી. તથા માઈન્સ એન્ડ મિનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ વિગેરે મુજબ ગુનો નોંધી, લાગતા વળગતા સાહેદોના નિવેદનો લઇને આ પ્રકરણ સંદર્ભે અહીંની કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરવામાં આવ્યું હતું.
આ અંગેનો કેસ ખંભાળિયાના નામદાર એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા જજ શ્રી એસ.જી. મનસૂરી દ્વારા દસ સાક્ષીઓની તપાસ તેમજ ફરિયાદીને જુબાની સાથે વિવિધ દસ્તાવેજી પુરાવાઓ અને રોજકામને ધ્યાને લઈ અને જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી લંબાણપૂર્વકની દલીલોને ધ્યાને લઈને નામદાર અદાલતે તમામ ત્રણ આરોપીઓને ત્રણ-ત્રણ વર્ષની સખત કેદની સજા તેમજ પ્રત્યેક આરોપીને રૂપિયા 10-10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech