દેવધરીના ત્રણ યુવાને જરૂરિયાત માટે લીધેલ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છતાં વધુ પૈસા પડાવવા ધમકી આપી માર માર્યેા, આરોપીની શોધ
વિંછીયાના અંકોલવાડીના વ્યાજખોર પ્રદિપ ધાંધલે ૨૦ ટકા જેટલું ઉંચુ વ્યાજ વસુલી પઠાણી ઉઘરાણી માટે મારમારતો હોય તેની સામે પોલીસે લાલઆખં કરી છે. વિંછીયાના દેવધરીના ત્રણ યુવાનો પાસેથી વ્યાજ ઉઘરાવી વધુ પૈસા પડાવવા ધમકી આપતા હોય તેની સામે ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
બનાવ અંગે વિંછીયાના દેવધરી રોજાસરા ગામે રહેતાં પ્રકાશભાઇ ઉકાભાઈ ખોખર (ઉ.વ.૩૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કુખ્યાત વ્યાજખોર પ્રદિપ નનકુ ધાંધલ (રહે. આંકડીયા) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મજુરીકામ કરે છે. બે વર્ષ પહેલા ગામના કલ્પેશભાઇ ગોહીલ સનાળી દેવધરી ચોકડી પાસે દુકાને બેઠા હતા ત્યારે ત્યા તેની સાથે આંકડીયા ગામના પ્રદિપ ધાધલ પણ હોય અને જેને કહેલ કે, તારે પૈસા જર હોય તો મને કહેજે હત્પ ૨૦ ટકા લેખે વ્યાજમાં આપુ છું, તારે જેટલા જોઈ એટેલા કહેજે. એકાદ મહિના બાદ ફરીયાદીના મોટા દિકરા અવીરાજભાઈને બીમારી માટે દવાખાને સારવાર માટે પીયાની જરત હોય, જેથી પ્રદિપ ધાધલ પાસેથી એક લાખ પીયા ૨૦ ટકા લેખે વ્યાજે લીધેલ હતા.
એક લાખનું દર મહીને વીસ હજાર વ્યાજ આપવાનુ નક્કી કરેલ હતુ, આજ સુધી ફરીયાદીએ બે લાખ પીયા આપી દિધેલ છે, વ્યાજમાં પૈસા લીધેલના છ મહીના બાદ પૈસા માટે દબાણ કરતા હોઈ જેથી કોરા ચેક આરોપીને આપ્યા હતા. ગઈ તા. ૧૦ ના બપોરના સમયે તેઓ ઘરે હતો ત્યારે આરોપી પ્રદિપનો ફોન આવેલ કે, તારે મને .૧૦ લાખ વ્યાજ સાથે દેવાના બાકી છે. તો તેને કહેલ કે, આટલા બધા પીયા વ્યાજના ન થાય, તો પ્રદિપને ગાળો દેવા લાગેલ અને ધમકાવેલ કે, મા વ્યાજ આપી દેજે નહીં તો જાનથી મારી નાખીશ તેમ કહી પઠાણી ઉઘરાણી અવાર–નવાર કરતા હોય જો તુ ફરીયાદ કરીશ તો સારાવટ નહીં રહે તેમ કહી વ્યાજે આપેલ પીયાની અવાર નવાર બળજબરી પુર્વક પઠાણી–ઉપરાણી કરી ધમકી આપતાં ફરીયાદ નોંધાવી હતી.
યારે વધુ એક ભોગ બનનાર દેવધરી રોજાસરા ગામના પ્રશાંતભાઈ અનીલભાઈ આચાર્ય (ઉવ.૨૯) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, એક વર્ષે પહેલા ગામના ભાવેશભાઈ કુંભાર દેવધરી બેલડા ચોકડી પાસે પુલ ઉપર બેઠા હતા ત્યારે ત્યા તેની સાથે આંકડીયા ગામનો પ્રદિપ ધાધલ પણ હોય અને તેને કહેલ કે, તારે પૈસા જર હોય તો મને કહેજે હત્પ ૨૦ ટકા લેખે વ્યાજમાં આપુ છું, તારે જેટલા જોઈ એટેલા કહેજે.
પંદર દિવસ બાદ યુવાનને લોનનો હા ભરવા માટે પૈસાની જર હોય જેથી પ્રદિપ ધાધલ પાસેથી .૧૫ હજાર ૨૦ ટકા લેખે વ્યાજે લીધેલ હતા. દર મહીને ત્રણ હજાર વ્યાજ આપવાનુ નક્કી કરેલ અને આજ સુધી .૫ હજાર વ્યાજ આપેલ હતુ. બાદ પૈસાની ખેંચ હોય જેથી આરોપીને વ્યાજ આપી શકેલ નહી, પાંચ–છ મહીના વિત્યા બાદ આરોપી પ્રદીપ દેવધરી મળેલા અને તેમણે કહેલ કે, તુ કેમ વ્યાજ આપતો નથી, હવે તારે વ્યાજ સાથે ૮૦ હજાર આપવાના થાય છે, તારે હવે મને દર મહીને ૧૫ હજાર પીયા વ્યાજ આપવુ પડશે.
જેથી તેને કહેલ કે, હત્પં તમારા પૈસા થોડા દીવસમા ચુકવી દઈશ, જેથી તે જતા રહેલ બાદ ગઈ તા.૩૦૦૧૨૦૨૬ ના રોજ પ્રદીપ વિંછીયા ખાતે મળેલા અને કહેલ કે, તારે હવે મને વ્યાજ અને પૈસા આપવાના નથી ? જેથી તેને કહેલ કે, મારી પાસે સગવડ નથી થોડા દીવસમા લોન પાસ થઈ જાય એટલે હત્પ તને પૈસા આપી દઈશ. જેથી તેને કહેલ કે, તારે ૮૦ હજારના મને વ્યાજ સાથે .૨.૭૦ લાખ આપવાના થાય છે.
જેથી યુવાને કહેલ કે, આટલા બધા કેમ થઈ ગયા તો તેને કહેલ કે, વ્યાજ અને પેનલ્ટી સાથે આટલા થયેલ છે, તેમ કહીને ગાળો આપી એક પાટુ મારેલ અને કહેલ કે, મારા પૈસા નહી આપ તો તને જીવતો રહેવા દઈશ નહીં તેમ કહી તે જતા રહેલ બાદ દેવધરી ખાતે અવાર નવાર બળજબરી પુર્વક પૈસાની પઠાણી–ઉઘરાણી કરી ધમકી આપતાં ફરીયાદ નોંધાવી હતી.