બેડીમાં ખેડૂત પર ગામમાં રહેતા બંધુ સહિત ત્રણનો ધારીયા-પાઇપથી હુમલો

  • June 10, 2025 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મોરબી રોડ પર બેડી ગામમાં ખેડૂત પર ગામમાં જ રહેતા બંધુ સહિત ત્રણ શખસોએ ધારીયા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જે અંગે કુવાડવા રોડ રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.


મોરબી રોડ પર બેડી ગામમાં રહેતા ખેડૂત મોહનભાઈ જાદવભાઈ નંદાણીયા (ઉ.વ 61) દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં ગામમાં જ રહેતા સુરેશ જયંતીભાઈ વડેચા, બાબુ જયંતીભાઈ વડેચા અને વનરાજના નામ આપ્યા છે.


ખેડૂતે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. 2/5 ના રોજ સાંજના તેઓ બેડી ગામ વિશાલ રેસ્ટોરન્ટ સામે પાનની દુકાન પાસે હતા ત્યારે સુરેશ તેમને જોઈ જતા કહેવા લાગ્યો હતો કે અમારી શેરીમાંથી કેમ નીકળે છે? અમારી ડેઇલી સામે જોતો નહીં તેમ કહી તે અહીંથી જતો રહ્યો હતો. બાદમાં રાત્રીના ખેડૂત ઘરે જતા તેમના પત્ની હંસાબેને વાત કરી હતી કે સાંજના હું તથા પુત્રવધુ બંને ઘરે હતા ત્યારે સુરેશ અહીં આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તમારા ઘરવાળાને તમારા ઘરની બહાર કાઢતા નહીં નહીંતર હું તેના ટાંટિયા ભાંગી નાખીશ.


દરમિયાન રાત્રિના ફરિયાદી જમીને મોહનભાઈ મોરબી રોડ પર મધુરમ હોસ્પિટલ સામે આવેલ પાનની દુકાને હતા ત્યારે 11:30 વાગ્યા આસપાસ સુરેશ તેનો ભાઈ બાબુ અનેક અજાણ્યો શકશ ધારીયુ અને પાઇપ લઇ અહીં આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, આજે તો તારા ટાંટિયા ભાંગી જ નાખવા છે તને પતાવી દેવો છે. તેમ કહી સુરેશ ધારીયાના ઘા મારવા આવ્યા હતા. તેમજ અજાણ્યા શખસે પાઇપ ફટકાર્યો હતો અને બાબુ એ ખેડૂતને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન અહીં લોકો.દરમિયાન અહીં લોકો એકત્ર થતા આ શખસો નાસી ગયા હતાં.બાદમાં ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.


ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે,છ દિવસ પુર્વે સુરેશ તેમની શેરીમાંથી બાઇક લઇ સ્પીડમાં નિકળતા તેને અટકાવી બાઇક ધીમુ ચલાવવાનું કહ્યું હતું. તે બાબતનો ખાર રાખી આ હુમલો કર્યો હતો. આ અંગે સમાધાનની વાત ચાલતી હોય જેથી જે તે સમયે ફરિયાદ કરી ન હતી.બાદમાં આ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા કુવડવા રોડ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application