BREAKING NEWS

ચાની હોટેલ બહાર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, દંપતી સહિત ત્રણ લોહીલુહાણ, જડુસ હોટેલથી ભીમરાવ નગર સર્કલ વચ્ચે બનાવ

  • November 13, 2025 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના કાલાવડ રોડ પર જડુસ હોટેલથી ભીમરાવ સર્કલ વચ્ચે આવેલી દુકાનની બહાર રાખવામાં આવેલો ગેસનો બાટલો લીક થતા બ્લાસ્ટ થવાથી રોડ પર સ્કૂટર લઈને પસાર થતા દંપતી સહીત ત્રણ દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ બુઝાવી હતી.


ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે કાલાવડ રોડ પર જડુસ હોટેલથી ભીમરાવ સર્કલ તરફ જતા રોડ ગાયત્રી પાન નામની દુકાન બહાર રાખવામાં આવેલો ગેસ સિલિન્ડરનો ગેસ લીકેજ હોવાથી બ્લાસ્ટ થતા નાસભાગ મચી જવા પામી હતી. સિલિન્ડર બ્લાસ્ટ થવાથી ત્યાંથી પસાર સ્કૂટર લઈને પસાર થતા રાજેન્દ્રભાઈ કાંતિલાલ તકવણી (ઉ.વ.૬૫) અને પત્નિ શ્રધ્ધાબેન તકવાણી (ઉ.વ.૬૧-રહે બંને-નાના મવા રોડ પર કસ્તુરી મેવીમેરી)ને ઇજા થતા લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


બાટલો ઉપાડી દુકાનની બહાર મૂકી દેતા ભડકો થઇ બ્લાસ્ટ થયો

સાથે પાનની હોટેલ બહાર ચા બનાવતા રવિ અશોકભાઈ ગમારા (ઉ.વ.24)ને પણ ઇજા થવાથી સિવિલમાં ખસેડાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ અને પુરવઠા વિભાગ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. દૂકાનદાર રવિ ગમારાના જણાવ્યા મુજબ પોતે પોતાની પાનની દુકાનમાં ગેસ ઉપર ચા બનાવતો હતો ત્યારે બાટલો લિક થતાં ગભરાઈને બાટલો ઉપાડી દુકાનની બહાર મૂકી દેતા ભડકો થઇ બ્લાસ્ટ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application