દામનગરના હાવતડ-ઇંગોરાળા રોડ પર ગત સાંજે છકડો રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇકમાં સવાર પિતા-પુત્રી સહીત ત્રણ વ્યક્તિના મોત થયા છે. જયારે અકસ્માત સર્જી છકડો રોડ પરથી ઉતરી પલ્ટી મારી જતા ચાલકને ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે દામનગર પોલીસ દોડી ગઈ હતી. ઘટનામાં મૃત્યુ પામનાર યુવક પોતાની દીકરીને કમળો થયો હોવાથી ત્રણ વર્ષની પુત્રી અને કૌટુંબિક ભાઈને લઇ દામનગર ગામે કમળો મંત્રાવવા જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. એક જ પરિવારમાં પિતા પુત્રી સહીત ત્રણ વ્યક્તિના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
બાઇકને ઠોકર મારતા ગંભીર અકસ્માત સર્જાયો
પ્રાપ્ત વિગત મુજબ લીલીયાના ખારા ગામે રહેતા દિનેશભાઇ ઉર્ફે કાળુભાઇ મનુભાઈ વાઘેલા (ઉ.વ.21) નામના યુવક ગઈકાલે જીજે-04-બીજી-1279નું લઇ દીકરી રાજલ (ઉ.વ.3) અને કૌટુંબિક ભાઈ જગા મોહનભાઇ વાઘેલા (ઉ.વ.28)ને બેસાડી ખારાથી દામનગર જતા હતા ત્યારે હાવતડ-ઇંગોરાળા રોડ પર સામેથી આવતી જીજે-11-ટી-4455 નંબરની છકડો રિક્ષાના ચાલકે રિક્ષા પુરપાટ ઝડપે હંકારી બાઇકને ઠોકર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો બનાવના પગલે આસપાસના લોકો અને વાહન ચાલકો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં રોડ પર પટકાયેલા દિનેશભાઇ તેની પુત્રી અને કૌટુંબિક ભાઈને તાકીદે દામનગર સરકારી હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા.
છકડો રિક્ષાના ચાલકને ઇજા પહોંચી
જ્યાં ત્રણેયનું મોત થયાનું ફરજ પરના તબીબે જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. અકસ્માત કરી છકડો રોડ પર પલ્ટી મારી જતા તેના ચાલાક રહીમ કાસમભાઈ પરમાર (રહે-ગુંદરણ)ને પણ ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે દામનગર પોલીસ હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દિનેશભાઇ ચારભાઈમાં સૌથી મોટો હતો અને સંતાનમાં દીકરી રાજલ હતી અને તેનાથી નાનો દીકરો છે. પોતે ખેત મજૂરી કામ કરતા હતા. દીકરી રાજલને કમળો થયો હોવાથી દામનગર કમળો મંતરાવવા માટે આવતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. બનાવના પગલે પોલીસે છકડોના ચાલાક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech