પોરબંદરમાં અઢી મહિના પહેલા પ્રિન્ટીંગપ્રેસમાંથી ૪૫ હજાર પિયાનું પર્સ ચોરાયુ હતુ જેની વૃધ્ધ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા જ ચોવીસ કલાકની અંદર પોલીસે ગુન્હો ડિટેકટ કરીને જુનાગઢ પોલીસની મદદથી ત્રણ શખ્શોને પકડી પાડયા છે.
અઢી મહિના પહેલાની હવે નોંધાઇ હતી ફરિયાદ
પોરબંદરમાં લોહાણા મહાજનવાડી પાસે મહારાજબાગમાં રહેતા રસિકલાલ મનજીભાઇ ભરાણીયા નામના ૮૪ વર્ષના વૃધ્ધે એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે માણેકચોકમાં ઉષા પ્રિન્ટરી નામનો પ્રિન્ટીંગપ્રેસનો વ્યવસાય કરે છે. તા. ૬-૨-૨૦૨૫ના સવારે સવાઅગિયાર વાગ્યે તેઓ દુકાન ઉપર હતા ત્યારે બે છોકરાઓ બાઇકમાં ત્યાં આવ્યા હતા અને રસિકલાલ પાસે નોટબુક માંગી હતી. જેથી ફરિયાદીએ એવું કહ્યુ હતુ કે, ‘અમે નોટબુક વહેચતા નથી’ આથી એ બંને છોકરાઓ ત્યાંથી જતા રહ્યા હતા ત્યારબાદ રસિકભાઇના પુત્ર દિનેશ દુકાને આવ્યા હતા અને થડામાં તપાસ કરતા ૪૫ હજાર પિયાનું પર્સ ચોરાઇ ગયુ હતુ. દુકાનની બહાર અને આજુબાજુમાં તપાસ કરવા છતાં કશો જ પતો મળ્યો ન હતો. પર્સમાં રહેલી રોકડ રકમની ખરાઇ થતી ન હતી પણ પછી ખરાઇ થઇ જતા ૪૫ હજાર પિયા ચોરાયા હોવાનું જણાતા તે અંગે કીર્તિમંદિર પોલીસમથક ખાતે બ જઇને રસિકલાલ ભરાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે કીર્તિમંદિર પોલીસે આ બનાવમાં આગળની તપાસ હાથ કરી હતી.
કીર્તિમંદિર પોલીસે ગુન્હો કર્યો ડિટેકટ
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોબંદર પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા દ્વારા મિલ્કત સંબંધી ગુન્હાઓ પર અંકુશ લાવવા મિલ્કત સંબંધી ગુન્હાના આરોપીઓને સત્વરે શોધી માઢવા ખાસ સુચના આપેલ જે સંબંધે પોરબંદર શહેર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.ના માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હાના આરોપીઓને પકડી પાડી રોકડ પિયા ૨૦,૦૦૦ રિકવર કરેલ છે. ગઇ તા. ૬-૨-૨૦૨૫ના રોજ માણેકચોકમાં ઉષા પ્રિન્ટરી નામની દુકાનના થડામાંથી રોકડ ા. ૪૫,૦૦૦ રાખેલ પર્સની ચોરી થયેલ આ કામના ફરીયાદીએ શકમંદ મોટરસાયકલની જાણ અત્રે કરેલ હોય જે આધારે પોરબંદર નેત્રમમાં બાઇક નંબર એલર્ટમાં મુકાવેલ અને પોબંદર નેત્રમ દ્વારા અન્ય જિલ્લાઓના નેત્રમને જાણ કરેલ. જે આધારે જુનાગઢ નેત્રમ ખાતે આ બાઇક ડિટેકટ થતા જુનાગઢ નેત્રમ દ્વારા અત્રે પોલીસસ્ટેશનથી પોલીસ ઇન્સ્પેકટર જે.જે. ચૌધરીની મૌખિક સુચનાથી કીર્તિમંદિર સર્વેલન્સ ટીમ જુનાગઢ નેત્રમ ખાતે જઇ સદર બાઇકચાલક તેથા તેના સાગરીતોની તપાસ કરેલ અને ઉપરોકત ચોરીના કામે શકમંદ ઇસમોને સદર બાઇક સાથે અત્રે કીર્તિમંદિર પોલીસ સ્ટેશન લાવી ઉપરોકત ચોરી બાબતે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે પોરબંદર ઉષા પ્રિન્ટરી નામની દુકાનના થડામાંથી ા. ૪૫,૦૦૦ રાખેલ પર્સની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ. જેથી ઉપરોકત ગુન્હાના કામે આરોપીઓ સંજય ભાનુભાઇ સોલંકી ઉ.વ.૨૨ રહે કણજાટાવરની બાજુમાં તા. વંથલી, જિ. જુનાગઢ, અરવિંદ ઉકાભાઇવાઘેલા ઉ.વ. ૨૫ રહે. કણજા ટાવરની બાજુમાં તા. વંથલી, જી. જુનાગઢ, વિજય ભનુભાઇ સોલંકી ઉ.વ. ૨૩ રહે. કણજા ટાવરની બાજુમા તા. વંથલી, જી. જુનાગઢને ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પોરબંદર નેત્રમના પી.આઇ. પી.આર. પટેલ, જૂનાગઢ નેત્રમના પી.એસ.આઇ. પ્રતિક મશ, જૂનાગઢ નેત્રમના પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઇ છૈયા, જૂનાગઢ નેત્રમના વુમન પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર અને પોરબંદરના વુમન લોકરક્ષક કીર્તિબેન ભરતભાઇ, એ.એસ.આઇ. ભરતભાઇ સોમજીભાઇ, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ હોથીભાઇ અરજણભાઇ, અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઇ માલદેભાઇ, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ જયભાઇ રમેશભાઇ રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech