BREAKING NEWS

મોરબી હાઈવે ફાયરિંગથી ગુંજી ઉઠ્યો, કારમાં આવેલા શખસોએ ગોળીબાર કર્યો, ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

  • May 12, 2026 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના વિસીપરા કુલીનગર ૧ના રહેવાસી શાહરૂખ ફિરોજ ઉસ્માન પઠાણ (ઉ.વ.૩૨) વાળાએ આરોપીઓ સાજીદ સાઉદીન જેડા, નુરમામદ જેડા, સમીર જેડા, બચલો જેડા રહે બધા મોરબી અને સ્વીફ્ટ કારમાં આવેલ અજાણ્યો ઇસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ફરિયાદી શાહરૂખને આરોપી સાજીદ જેડા સાથે પંદર–વીસ દિવસ અગાઉ માથાકૂટ થઇ હતી જેનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદી અને તેની સાથે રહેલા વ્યકિતઓને મારી નાખવાના ઈરાદે હાઈવે પર સ્કોર્પિયો, સ્વીફ્ટ અને કિયા કારમાં આવી સાજીદ જેડાએ એક રાઉન્ડ અને નુરમામદ જેડાએ બે રાઉન્ડ વારાફરતી બંદુક જેવા હથિયાર વડે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ફરિયાદી શાહરૂખ, અલીભાઈ અને સલીમભાઈને ઈજા પહોંચાડી મારી નાખવાની કોશિશ કરી હતી.

ગત તા. ૧૦ના રાત્રીના સાડા અગિયાર વાગ્યે ફરિયાદી શાહરૂખ, તેનો મિત્ર આમદ કાસમ કટિયા સાથે મિત્ર મેહત્પલ આચાર્યની આઈ-20 કારમાં બોલાવી પરત ઘરે આવતો હતો ત્યારે સાજીદ સાઉદીન જેડાના મોબાઈલમાંથી ફોન આવ્યો અને મને મારવાની કોણ વાત કરે કહેતા આવી ખોટી વાત મારાથી ન કર કહેતા ફોન કાપી નાખ્યો હતો ફરી ફોન આવ્યો અને માં–બેન ઉપર ગાળો બોલવા લાગ્યો હતો. જેથી સાથે રહેલા આમદભાઈએ ફોન લઈને સાજીદ જેડા સાથે વાત કરવા લાગ્યો અને શું મેટર છે તું શું કામ ફોન કરી શાહરૂખને ગાળો આપે છે કહેતા સાજીદે તું ફોન શાહરૂખને આપ મને તારી સાથે વાત કરવી નથી હું શાહરૂખને ભડાકે દેવાનો છું તું કયાં સુધી તેની સાથે રહીને તેને બચાવીશ તેવી વાત કરી આમદને પણ ભૂંડી ગાળો આપી હતી. અને પૂછયું કે તમે બંને કયાં છો હું આવું છું જો તમે બંને એક બાપની ઓલાદ હોય તો કયાં છો તે જણાવો જેથી આમદભાઈએ સાજીદને જણાવ્યું કે અમે મોરબી માળિયા રોડ પર ટીંબડી પાટિયાથી આગળ ઓસીસ સિરામિક સામે બાલાજી હોટેલ પાસે ઉભા છીએ.


સાડા બારેક વાગ્યે સાજીદ સ્કોર્પિયો ગાડીમાં આવ્યો અને બીજી સફેદ કલરની કિયા ગાડી અને એક સ્વીફ્ટ ગાડી આવી જે ગાડીમાંથી સાજીદ, નુર મામદ જેડા, સમીર જેડા, બચલો સાઉદીન જેડા અને અજાણ્યો ઇસમ આવ્યા હતા સાજીદ જેડાએ પોતાની ગાડીના આગળના ભાગેથી બંદુકમાંથી મારી નાખવાના ઈરાદે ફરિયાદી શાહરૂખ તરફ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જે ફાયરિંગના છરા સાથે રહેલા અલીભાઈના માથાના ભાગે વાગતા તે પડી ગયા હતા અને ગાડી ભગાવી હતી અને આગળથી યુ ટર્ન પાછા આવ્યા અને નુરમામદે બંદુક વડે અમારા તરફ મારી નાખવાના ઈરાદે બે રાઉન્ડ ફાયરિંગ કરતા ગોળીના છરા ફરિયાદી શાહરૂખને પેટના ભાગે અને ભાઈ સલીમને શરીરના છાતીના ભાગે લાગ્યા હતા જે ફાયરિંગ બનાવમાં ફરિયાદી તેમજ અલીભાઈ કટિયા અને નાના ભાઈ સલીમ પઠાણને ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા મોરબી તાલુકા પોલીસે પાંચ ઈસમો વિદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News