BREAKING NEWS

27 લાખ મુસાફરોને નવા વર્ષે જ ફટકો...ગુજરાત એસટી બસના ભાડામાં આજ મધરાતથી વધારો, જાણો કેટલું ભાડું વધારવામાં આવ્યું

  • December 31, 2025 06:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત એસટીના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો 27 લાખ મુસાફરો પર પ્રભાવ પડશે. જેનો આજ મધરાતથી જ અમલ કરવામાં આવશે. છેલ્લે 28 માર્ચ, 2025ના રોજ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો હતો. 9 મહિનામાં બીજીવાર ભાડા વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે, ST નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રીથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 3% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.


મહત્વની સૂચનાઓ

1. નિગમની તમામ સર્વિસોમાં તા-૩૧/૧૨/૨૦૨૫ ની મધ્યરાત્રીથી એટલે કે, તા- ૦૧/૦૧/૨૦૨૬ ના ૦૦.૦૦ કલાકથી તમામ સર્વિસોમાં હાલમાં વસુલવામાં આવતા ભાડામાં ૩% ભાડા વધારો કરવાનો રહેશે. 

2. નવીન ભાડા ઉપરાંત જે-તે સર્વીસોમાં લાગુ પડતા GST, ટોલ ટેક્ષ વિગેરે અન્ય ચાર્જ અલગથી નિયમ મુજબ વસુલવાના રહે છે.

૩. તમામ સર્વિસોમાં બાળક મુસાફર માટેનું ભાડુ પુખ્ત વયના મુસાફર ભાડા કરતાં અડધું ભાડુ વસુલવાનું રહેશે. જો અડધું ભાડુ રૂ. ૧.૦૦ના ગુણાંકમાં આવતું ન હોય તો તે પછીના રૂ.૧.૦૦ ના ગુણાંકમાં ભાડુ વસુલવાનું રહેશે.

4. નોન-એ.સી.સ્લીપર સર્વિસના બર્થ (સોફા)નું ભાડુ સીટીંગ ભાડા ઉપરાંત રૂ.૯૫/- વસુલવાનું રહેશે.

5. શહેરી પોઈન્ટ સર્વિસો માટે શહેરી સર્વિસોમાં વસુલવામાં આવતા ભાડા ઉપરાંત વધારાના રૂ.૨ વસુલવાના રહેશે.

6. નવીન ભાડા વધારાનો અમલ તમામ પ્રકારના પાસમાં પણ કરવાનો રહેશે.

7. તમામ ઈ.બી.ટી.એમ.માં નવા ભાડાના દરની વિગતો તાત્કાલિક અસરથી સુધારવાની કાર્યવાહી પૂર્ણ કરાવવાની રહેશે.

8. ભાડા વધારાના અમલીકરણ અગાઉ મુસાફર તરફથી ઓનલાઈન બુકિંગ કરવામાં આવેલ હોય તો નવીન ભાડા મુજબ ટિકિટની તફાવતની રકમ મુસાફરી દરમ્યાન ઈ.બી.ટી.એમ. ટિકિટથી વસુલવાની રહેશે.

9. રાત્રી મુકામથી પરત આવતી સર્વિસોમાં ત્વરિત અમલીકરણ થાય તે માટે ખાસ તકેદારી રાખવાની રહેશે.

10. વિભાગો હસ્તકના તમામ ગ્રામ્ય સર્વિસોના રૂટોના ભાડા પત્રકો તૈયાર કરીને જે તે આર.ટી.ઓ. સમક્ષ મંજુરી અર્થે તાત્કાલીક રજુ કરવાના રહેશે. આ અંગે આર.ટી.ઓ.ની પ્રાથમિક મંજુરી મેળવી લેવાની રહેશે. સદર ભાડા પત્રકનો અમલ સુચના અનુસાર કરવાનો રહેશે. આ બાબતમાં કોઈ મુશ્કેલી જણાતી હોય તો ટેલીફોન ઉપર સંપર્ક સાધી જરૂરી સ્પષ્ટતા મેળવી લેવાની રહેશે.

11. ભાડાવધારાની અસર ચકાસવા માટે દરરોજ ગત વર્ષની તારીખથી પ્રમાણે આવકનું તુલનાત્મક અવલોકન કરી જેની વિગતો અત્રે દૈનિક પાઠવવાની રહેશે.

12. ભાડા વધારાની અમલવારીમાં કોઈ મુશ્કેલી કે અસામાન્ય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે સંબંધિત ઓથોરીટીના પરામર્શમાં રહી ઘટતી કાર્યવાહી કરવાની રહેશે.

13. દરેક રૂટ ઉપરના ક્રુને સુધારેલ ભાડાની જાણ સમયસર થઇ જાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

14. ફરજ ઉપરના કંડકટર તથા ડ્રાઈવર દ્વારા મુસાફરો સાથે બિન જરૂરી ઘર્ષણમાં ન ઉતરી સદર ભાડા વધારાની વ્યાજબી સમજણ મુસાફરોને આપવા ક્રુને જરૂરી સુચનાઓ આપવાની રહેશે.

15. સદર ભાડાનો અમલ ઓનલાઈન તમામ મોડ્યુલ્સમાં સમયસર થઈ જાય તે માટે ઈ.ડી.પી. ખાતાના પરામર્શમાં રહી આગોતરું આયોજન કરવાનું રહેશે.

16. જે મુસાફરો દ્વારા એડવાન્સમાં વિદ્યાર્થી કે મુસાફર પાસ ઇસ્યુ કરેલ હોય તેમાં પાસની મુદત પૂર્ણ થયેથી નવીન ભાડાનો અમલ કરવાનો રહેશે.

17. તા-૩૧/૧૨/૨૦૧૫ ના રોજ ઓનરૂટ થયેલ ટ્રીપ પુરી થતાં સુધી તેમાં મુસાફરી કરતાં મુસાફરો પાસેથી કોઈ ભાડા વધારો વસુલવાનો રહેશે નહિ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News