ત્રણ દરવાજા પાસે ઘોડીપાસા ખેલતા બે શખ્સની ધરપકડ

  • February 17, 2024 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાગેશ્ર્વર કોલોનીમાં એકી-બેકીનો જુગાર : રોકડ કબ્જે

જામનગરના ત્રણ દરવાજા મીઠાવાળી ગલીમાં ઘોડીપાસાનો જુગાર રમતા બે શખ્સ ઝપટમાં આવ્યા હતા, જયારે નાગેશ્ર્વર કોલોનીમાં એકી-બેકીનો જુગાર રમતા બે શખ્સને દબોચી લેવાયા હતા.
ત્રણ દરવાજા પાસે મીઠાવાળી ગલીમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા વાઘેરવાડો મચ્છીપીઠમાં રહેતા ઇબ્રાહીમ મુસા બશર અને નાગનાથ નાકા મેઘવાર વાસમાં રહેતા કિશન બાના ગડણ આ બંનેને રોકડા ૬૦૦ તથા પાસા સાથે સીટી-બી પોલીસે દબોચી લીધા હતા.
અન્ય દરોડામાં નાગેશ્ર્વર કોલોની, ચાની કેબીન પાસે જાહેરમાં ચલણી નોટના નંબર પર એકી-બેકીનો જુગાર રમતા નાગેશ્ર્વર કોલોનીના મહેશ સવજી ડોણાશીયા અને વિજય સુખા મકવાણા આ બંનેને સીટી-બી પોલીસે રોકડા ૬૬૦ સાથે પકડી લીધા હતા.
***
મીઠાપુર નજીક જુગાર રમતા ત્રણ શખ્સો ઝબ્બે
મીઠાપુર નજીકના મોજપ ગામેથી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ગુમાનભા રણજીતભા સુમણીયા, પ્રવીણભા લધુભા કુંભાણી અને વિરમભા જીવાભા કુંભાણી નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા ૧,૨૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application