રાજકોટમાં મોડીરાત્રે ત્રણ રાઉન્ડ ફાયરિંગ, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
રાજકોટમાં મોડીરાત્રે ત્રણ રાઉન્ડ ફાયરિંગ, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
October 29, 2025 12:55 PM
રાજકોટમાં વિદ્યાનગર મેઈન રોડ પર મોડીરાત્રે પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. આથી પોલીસ અધિકારીઓ તપાસ માટે ઘટનાસ્થળે દોડી ગયા છે. હોસ્પિટલ નજીક આવેલી પાણીના વાહન ઉપર ફાયરિંગ થયું છે.
હોસ્પિટલમાં ફાયરિંગ થયુ નથીઃ એસીપી
મીડિયા સાથેની વાતચીતમાં એસીપી બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, વિદ્યાનગર મેઈન રોડ પર પ્રગતિ હોસ્પિટલ નજીક રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. જોકે હોસ્પિટલમાં ફાયરિંગ થયું નથી. આશરે ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની પોલીસને આશંકા છે. હાલ આ મામલે પોલીસ ફરિયાદ પણ ન નોંધાવવામાં આવી હોવાનું એસીપીએ જણાવ્યું હતું. કોણે ફાયરિંગ કર્યું છે તે અંગે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. રાત્રિના સમય આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.