BREAKING NEWS

મોરબીના વિમલ પાનમસાલા સહિત ત્રણ ટ્રેડર્સને ત્યાં સીજીએસટીના વ્યાપક દરોડા

  • December 31, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં 350 કરોડ કૌભાંડ ઝડપ્યા બાદ વધુ એક વખત સીજીએસટી વિભાગે હવે મોરબી જિલ્લામાં દરોડા પાડ્યા છે. આજે 31 ડિસેમ્બરના 2025 ના રોજ સીજીએસટી વિભાગે સપ્તાહમાં ત્રીજો મોટો દરોડો મોરબી શહેરમાં પાડવામાં આવ્યો છે. મોરબીમાં વિમલ પાન મસાલા સહિત ત્રણ ટ્રેડર્સના 10 થી વધુ ઠેકાણાઓ પર સીજીએસટીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. જ્યાંથી ડિજિટલ અને ફિઝિકલ ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. તપાસના અંતે કરોડોનું કાળું નાણું બહાર આવે તેવી શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


ગત તારીખ 26 ડિસેમ્બરના રોજ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે ઓફિસ ધરાવતા જિલ ઠક્કરની ઓફિસમાં દરોડા પાડી અને એકત્ર કરેલા ડેટા માંથી ડીજીજીઆઈ હેઠળ આવતા સીજીએસટી વિભાગના ઇન્વેસ્ટિગેશન પ્રિવેન્ટીંગ દ્વારા 58થી વધુ ભોગસ પેઢીઓ દ્વારા રાજકોટમાં 350 કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં શહેરના કેટલાક ધંધાર્થીઓ દ્વારા બોગસ પેઢીઓ ઊભી કરી લોખંડના સળિયા અને સિમેન્ટ જેવા બાંધકામ મટીરીયલના નકલી બિલો બનાવવામાં આવ્યા હતા. અને નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ બનાવી અને માલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે તપાસના અંતે કરોડોનું કૌભાંડ ખુલતા આસપાસના વર્તુળોમાં મચી ગઈ છે.

તેમજ આ કૌભાંડનો આંકડો 1,000 કરોડને આંબે તેવી આશંકા સૂત્રોએ વ્યક્ત કરી હતી.


આ અગાઉ તારીખ 23 થી 26 ડિસેમ્બર રાજકોટમાં સીજીએસટીની પ્રિવેન્ટીવ વિંગ દ્વારા શહેરના સંત કબીર રોડ પર આવેલા ત્રણ ઈમિટેશનના ધંધાર્થીઓ ઇમિટેશનના ધંધાર્થીઓને ત્યાંથી 60 લાખની કરચોરી થઈ હોવાનું તથા તપાસના અંતે બહાર આવ્યા બાદ અન્ય ત્રણ ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે સવારથી મોરબીમાં વિમલ પાન મસાલા સહિતના ટ્રેડર્સના વિવિધ ઠેકાણા ઉપર સીજીએસટી અધિકારીઓ દ્વારા નાણાકીય વ્યવહારોની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મોરબીમાં પેઢીઓના જી.એસ.ટી.એન. અને સ્થળનું વેરિફિકેશન સહિતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો બોગસ આઇટીસી કલમ કરવામાં આવી હશે કે બિલ વિના માલનું વેચાણ કરવામાં આવ્યું હશે તો મોટી કાર્યવાહી થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application