શહેરમાં દિવાળીના પર્વે જ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર જાગી છે, કુવાડવા રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે નરશી મહેતા ટાઉનશીપમાં પતિએ જ પત્નીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી પોલીસ સક્ષમ હાજર થયો હતોઅને કહ્યું હતું કે મેં પત્નીને મારી નાખી છે, ઠંડા કલેજે પત્નીની હત્યા કરનાર પતિની બી ડિવિઝન પોલીસે અટકાયત કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં હત્યા પાછળનું કારણ પત્નીની માનસિક સહીતની બીમારીથી કંટાળ્યો હોવાનું સામે આવ્યું છે.
બનાવની મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે નરશી મહેતા ટાઉનશીપમાં લેટ નંબર–૬૦૧માં રહેતા મંજુલાબેન જયેન્દ્રભાઈ ધકાણ (ઉ.વ.૬૦)ના પ્રૌઢા આજે સવારે ઘરે હતા ત્યારે પતિ જયેન્દ્ર ધકાણએ ગળુ દબાવી દેતા પ્રૌઢાના શ્વાસ રોકાઈ ગયા તડફડિયા મારતી હાલતમાં દમ તોડી દીધો હતો. પત્નીની ઠંડે કલેજે હત્યા કરી પતિ બી–ડિવિઝન પોલીસમાં હાજર થયો હતો અને પોતે પત્નીની હત્યા કરી હોવાનું કહેતા જ ફરજ પરનો પોલીસ સ્ટાફ પણ અચંબિત થઇ ગઈ હતી અને તાકીદે શખ્સને સાથે રાખી ઘટના સ્થળે પહોંચી જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડો હતો. પોલીસની પ્રાથમિક તપાસમા હત્યા કરનાર પતિ જયેન્દ્ર ધકાણ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો અને ની:સંતાન દંપતી હતું. મૃતક મંજુલાબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક અને શારીરિક અશકત હોવાથી પતિ સાથે ઝગડા થતા હતા પત્નીની અને છેલ્લા એકાદ વર્ષથી બેડરેસ્ટ હતા પત્નીની લાંબા સમયની બીમારીથી કંટાળી આજે સવારે ગડેચીપ આપી હત્યા કરી હતી. પોલીસે પતિની અટકાયત કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે. બનાવના પગલે વિસ્તારમાં ચકચાર જાગી છે
મારી બહેન માનસિક અસ્વસ્થ ન હતી જેમની હત્યા કરવામાં આવી છે તેમના બહેન શારદાબેન મોહનભાઈ ભેંસાણિયાએ બી–ડિવીઝન પોલીસમાં બનેવી જયેન્દ્ર બચુભાઈ ધકાણ સામે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં તેમણે જણાવ્યું છે કે મારી બહેન માનસિક અસ્વસ્થ ન હતી. અમે તેમને સારવાર માટે પણ લઈ ગયા હતા, પરંતુ તબીબે સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. મારા બનેવી જયેન્દ્રભાઈ બહેનને ત્રાસ આપી માનસિક બિમાર હોવાનું કહી બદનામ કરતા હતા. આ બાબતે થોડા સમય પહેલા જ અમે બન્ને બહેનો બેઠા હતા ત્યારે જ મારા બહેને જણાવ્યું હતું કે તારા બનેવીને હું બોજરુપ લાગવા લાગી છું. મારી બિમારીનો ઈલાજ પણ કરાવતા નથી અને છેલ્લા આઠેક મહિનાથી મને ખૂબ ત્રાસ આપે છે. બી–ડિવીઝન પોલીસે મહિલાની ફરીયાદ પરથી જયેન્દ્ર ધકાણ સામે હત્યાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે