કેન્દ્ર સરકાર દ્વારા 6 જુનથી શરુ કરવામાં આવેલા વકફ મિલકતોની નોંધણીના પ્રોજેક્ટમાં આજે ઉમ્મીદ પોર્ટલ પર વકફ મિલકતોની નોંધણી કરવાની અંતિમ તારીખ છે અને અત્યાર સુધીમાં દેશભરમાં સૌથી વધુ વકફ જમીન ધરાવતા પાંચ રાજ્યોમાંથી ચારમાં, લગભગ એક તૃતીયાંશથી દસમા ભાગની મિલકતોની વિગતો અપલોડ કરવામાં આવી છે.વકફ બોર્ડ અને મિલકત નિરીક્ષકો હજુ સુધી ઉમ્મીદ પોર્ટલ પર વિગતો અપલોડ કરી શક્યા નથી. તેઓ સદીઓ જૂની મિલકતો સંબંધિત દસ્તાવેજો અને કાગળો શોધવામાં મુશ્કેલી તેમજ વિવિધ રાજ્યોમાં ઉપયોગમાં લેવાતા વિવિધ જમીન માપન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
અહેવાલો અનુસાર, અંદાજે 8.8 લાખ વકફ મિલકતો દેશભરમાં ફેલાયેલી છે. ૧.૪ લાખ મિલકતો સાથે, ઉત્તર પ્રદેશમાં સુન્ની અને શિયા બોર્ડ હેઠળ નોંધાયેલ વકફ મિલકતોની સૌથી વધુ સંખ્યા છે. ઉત્તર પ્રદેશ પછી, પશ્ચિમ બંગાળ (૮૦,૪૮૦), પંજાબ (૭૫,૫૧૧), તમિલનાડુ (૬૬,૦૯૨) અને કર્ણાટક (૬૫,૨૪૨) માં સૌથી વધુ વકફ મિલકતો છે. ઉત્તર પ્રદેશ સિવાય બિહાર એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં અલગ સુન્ની અને શિયા બોર્ડ છે. અન્ય તમામ રાજ્યોમાં એકીકૃત વકફ બોર્ડ છે.
અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશમાં, ગુરુવાર સુધીમાં લગભગ ૩૫% મિલકતો ઉમ્મીદ પર નોંધાઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં, જ્યાં તૃણમૂલ કોંગ્રેસ સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટને વકફ મિલકતોની નોંધણી કરવાનો નિર્દેશ આપ્યા પછી મુસ્લિમ સંગઠનોના વિરોધનો સામનો કરવો પડ્યો છે, ત્યાં સોમવાર રાત સુધીમાં લગભગ ૧૨% વિગતો અપલોડ થઈ ગઈ હતી. કર્ણાટક અને તમિલનાડુમાં, આ આંકડો ૧૦% હતો.
પંજાબમાં 80% મિલકતો નોંધાઈ
પંજાબમાં લગભગ 80% મિલકતો બુધવાર સાંજ સુધીમાં નોંધાઈ ગઈ હતી. જોકે, અધિકારીઓએ જણાવ્યું હતું કે આનું કારણ એ છે કે પંજાબ વકફ બોર્ડ વકફ મિલકતોને બદલે "વકફ એસ્ટેટ" (જેમાં ગમે તેટલી મિલકતો શામેલ હોઈ શકે છે) નોંધણી કરાવી રહ્યું છે, જે પ્રક્રિયાને વધુ સરળ બનાવે છે. પંજાબમાં વહીવટી વ્યવસ્થા પણ અલગ છે, કારણ કે વકફ એસ્ટેટ માટે કોઈ મુતવલ્લી એટલે કે સંભાળ રાખનારા નથી, અને બોર્ડ તેમનું સીધું સંચાલન કરે છે.
આજે અંતિમ મુદત
જો શુક્રવાર સુધીમાં વકફ મિલકતો ઉમ્મીદ પર નોંધાયેલી ન હોય, તો તેમના સંબંધિત વકફ બોર્ડ અથવા મુતવલ્લી તેમના રાજ્યોમાં વકફ ટ્રિબ્યુનલનો સંપર્ક કરી શકે છે અને તેમના કારણો સમજાવી શકે છે. ટ્રિબ્યુનલ પાસે એક્સટેન્શન આપવાની સત્તા છે. જોકે, વકફ બોર્ડ અને મુતવલ્લીઓને ડર છે કે આ દરે, ટ્રિબ્યુનલ અરજી ઓથી ભરાઈ જશે.
તાજેતરમાં, કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે સમયમર્યાદા લંબાવી શકાતી નથી કારણ કે તે (વકફ) કાયદામાં છે. "જ્યાં સુધી સંસદ પોતે જોગવાઈઓમાં સુધારો ન કરે ત્યાં સુધી હું કાયદામાં સુધારો કરી શકતો નથી તેમ રિજિજુએ જણાવ્યું હતું. બુધવારે, રામપુરના સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબુલ્લાહ નદવીએ લોકસભામાં જણાવ્યું હતું કે સર્વર ડાઉન છે.તેથી 70 ટકા વકફ મિલકતોની નોંધણી થઈ નથી.