BREAKING NEWS

રેસકોર્સ મેદાનમાં આયોજિત સ્વદેશી મેળા- શોપિંગ ફેસ્ટીવલનો આજે છેલ્લો દિવસ

  • October 15, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગના આદેશથી રાજકોટ મહાપાલિકા દ્વારા રેસકોર્સ મેદાનમાં યોજાયેલા સ્વદેશી મેળાનો આજે છેલ્લો દિવસ હોય અને રાત્રે ૧૦ કલાક સુધી મેળો ચાલુ રહેનાર હોય નાગરિકોને સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી કરવા મ્યુનિ.પદાધિકારીઓ દ્વારા અપિલ કરવામાં આવી છે.સવદેશી મેળાનો હેતુ મેડ ઇન ઈન્ડિયા અને વોકલ ફોર લોકલ અભિયાનને વેગ આપવો, સ્થાનિક ઉદ્યોગકારો, હસ્તકલાકારો અને નાના વ્યવસાયકારોને વેચાણ અને પ્રદર્શનમાટે પ્લેટફોર્મ પૂરું પાડવું, નાગરિકોને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટે પ્રેરિત કરવું, સ્વરોજગાર અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવું તેવો છે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારાનાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે આજે મેળાનો અંતિમ દિવસ હોઈ અને મેળો રાતના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહેશે તો પરિવાર સાથે આ સ્વદેશી મેળા– શોપિંગ ફેસ્ટીવલની મુલાકાત લે અને સ્થાનિક ઉદ્યોગોને સમર્થન આપીને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં સહભાગી બને.


સ્વદેશી મેળાના આકર્ષણો અને વિશેષતાઓ

-હસ્તકલા, હેન્ડલૂમ અને ખાદ્ય ઉત્પાદનોના સ્ટોલ્સ રહેશે.

-સ્વદેશી ચીજવસ્તુઓના સ્ટોલ

-સ્વદેશી ક્રાફ્ટ વસ્તુઓના સ્ટોલ

-સ્થાનિક ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના સ્ટોલ

-ફૂડ આઇટમના સ્ટોલ

-ચિલ્ડ્રન એક્ટીવીટી ઝોન

-મહિલા સ્વ સહાય જૂથો દ્વારા બનાવાયેલા ઘરગથ્થુ ઉત્પાદનો

-ખાદી અને ગ્રામઉદ્યોગ વિભાગના ઉત્પાદનો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application