BREAKING NEWS

નોર્થ ઈસ્ટ મોનસુન સક્રિય: કેરલા, તામિલનાડુ, પુડીચેરીમાં ભારે વરસાદની ચેતવણી

  • October 16, 2025 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના મોટાભાગના રાજ્યોમાંથી નૈઋત્યનું ચોમાસુ પાછું ખેંચાઈ ગયું છે અને થોડા ઘણા ભાગમાં હજુ છે ત્યાંથી આગામી 24 કલાકમાં પાછું ખેંચાઈ જશે તેવી સત્તાવાર જાહેરાત ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ નૈઋત્યનું ચોમાસું આજના દિવસનું જ મહેમાન છે.


બીજી બાજુ નોર્થ ઈસ્ટ મોનસુન એટલે કે દક્ષિણનું ચોમાસું સક્રિય બની ગયું છે. આગામી 24 કલાકમાં કેરલ તમિલનાડુ પુડીચેરી લક્ષદીપ આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, પ્રતિ કલાકના 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે. અરબી સમુદ્રમાં આગામી તારીખ 19 સુધીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની છે અને તે કેરલા તથા તામિલનાડુ વચ્ચે જોવા મળી રહી છે. આ સિસ્ટમની સાથો સાથ અરબી સમુદ્રના આ વિસ્તારમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન પણ જોવા મળે છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ હોવાના કારણે કોકણ ગોવામાં પણ ભારે વરસાદ માટે ચેતવણી આપવામાં આવી છે.


બીજી બાજુ ગુજરાતમાં આખો દિવસ ગરમી અને મોડી સાંજથી સવાર સુધી ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જળવાઈ રહ્યો છે. જોકે લઘુતમ તાપમાનમાં ખાસ ફેરફાર છેલ્લા બે ત્રણ દિવસથી થતો નથી રાજકોટમાં આજે સવારે લઘુતમ તાપમાન ૧૯.૪ ડિગ્રી હતું અને નલિયામાં 17.3 ડિગ્રી નોંધાયું છે. આ સિવાયના રાજ્યના તમામ વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી થી ઊંચું રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા ઓખા વેરાવળમાં 24 ડિગ્રી થી વધુ તાપમાન નોંધાયું છે.


અન્ય શહેરોના લઘુતમ તાપમાન ની વાત કરીએ તો ડીસામાં 20.6 ભાવનગરમાં 23.6 ભુજમાં 21.4 કંડલામાં 22 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application