ગિરનાર પર્વત ઉપર આજનું લઘુતમ તાપમાન 7.9 ડિગ્રી નોંધાયું છે. ભુજ અને નલિયામાં પણ આજે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ભુજમાં ગઈકાલે લઘુતમ તાપમાન 14.9 ડિગ્રી હતું તે આજે ઘટીને 14 ડિગ્રી થયું છે. જ્યારે નલિયામાં ગઈકાલે 14.6 અને આજે ૧૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
રાજકોટમાં ઠંડી ઘટી
અમદાવાદ, વડોદરા, ડીસા, પોરબંદર, રાજકોટ, વેરાવળ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે લઘુતમ તાપમાનમાં સામાન્યથી એકાદ ડિગ્રી જેટલો વધારો થયો છે અને તેના કારણે ઠંડી ઘટી છે઼. આ ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ ગઈકાલે 80% જેટલું હતું તે આજે ઘટીને 56% આસપાસ આવી ગયેલ છે.
અમરેલીમાં 12 ડીગ્રી તાપામાન
અમરેલીમાં ગઈકાલે અને આજે 12 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભાવનગરમાં આજનું લઘુતમ તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં ગઈકાલે 14.9 અને આજે 14 ડીસામાં ગઈકાલે 14.8 અને આજે 16 કંડલામાં ગઈકાલે 17.5 અને આજે પણ 17.5 નલિયામાં ગઈકાલે 14.6 અને આજે 12 પોરબંદરમાં ગઈકાલે 15 અને આજે 17 રાજકોટમાં ગઈકાલે 13.8 અને આજે 14.1 તથા વેરાવળમાં ગઈકાલે 18.3 અને આજે 19.1 ડીગ્રી તાપમાન રહ્યું છે.
અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપામાન
અમદાવાદમાં અડધો ડિગ્રીના વધારા સાથે આજનું લઘુતમ તાપમાન 15.6 ડિગ્રી રહ્યું છે. વડોદરામાં આજે 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે જે ગઈકાલની સરખામણીએ બે ડિગ્રી વધારે છે. ડીસામાં પણ બે ડિગ્રીના વધારા સાથે આજનું લઘુતમ તાપમાન 16 ડીગ્રી રહેવા પામ્યું છે.
મહત્તમ તાપમાનમાં પણ વધારો થયો
મહત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે અને ભુજ, ડીસા, રાજકોટ, સુરત, વેરાવળ, કંડલામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીને પાર કરી ગયું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન ડાંગમાં 35.4 અને ત્યાર પછી રાજકોટમાં 34.3 ડીગ્રી રહેવા પામ્યું હતું.