દક્ષિણ મધ્ય રેલવેના કાઝીપેટ-બલહારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
4 અને 11 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ તથા 1 અને 8 ફેબ્રુઆરી, 2026 ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા ટિટિલાગઢ, વિજયનગરમ થઈને ચલાવવામાં આવશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુરકાગજનગર, મંચિર્યાલ, રામગુંડમ, વરંગલ, રાયનપાડુ, વિજયવાડા, ગુણઢલા, એલુરુ, રાજમંડ્રી, સામલકોટ, અનકાપલ્લી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે.
કાલની પોરબંદર-મુઝફ્ફરપુર ટ્રેન અજમેર સ્ટેશને નહીં જાય
ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા અજમેર-મદાર સેક્શનમાં લેવલ ક્રોસિંગ મેન્ટેનન્સ કાર્ય માટે બ્લોક લેવામાં આવતા 11 ડિસેમ્બરના રોજ પોરબંદર સ્ટેશનેથી પ્રસ્થાન કરતી ટ્રેન ક્રમાંક 19269 પોરબંદર- મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેની નિર્ધારિત રૂટ વાયા અજમેરની જગ્યાએ આંશિક બદલાયેલા રૂટ વાયા દોરાઈ- મદાર જંકશન બાયપાસ લાઇનથી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન અજમેર સ્ટેશન પર નહીં જાય. મુસાફરોની સુવિધા માટે દોરાઈ અને મદાર જંકશન સ્ટેશનો પર આ ટ્રેનને વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે.