BREAKING NEWS

વીકએન્ડની મજા ટ્રાફિકમાં સજા બની: માઉન્ટ આબુમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પ્રવાસીઓ કલાકો સુધી રસ્તા પર અટવાયા

  • August 09, 2026 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોમાસાની અને તહેવારોની રજાઓની મોસમમાં રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે સહેલાણીઓનો ભારે ઘોડાપૂર જોવા મળ્યો છે. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે વીકએન્ડ માણવા માટે આબુ પહોંચ્યા હતા. જોકે, વાહનોની અતિશય આવક અને યોગ્ય વ્યવસ્થાના અભાવે માઉન્ટ આબુના મુખ્ય માર્ગો પર કિલોમીટરો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના કારણે રજાઓ માણવા ગયેલા પ્રવાસીઓની મજા મિશ્ર અનુભવમાં ફેરવાઈ ગઈ હતી.


આ ભયંકર ટ્રાફિકજામમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક પ્રવાસીઓ કલાકો સુધી રસ્તા પર ફસાઈ રહ્યા હતા. પ્રવાસીઓના જણાવ્યા અનુસાર, ઘાટ સેક્શન અને શહેરના એન્ટ્રી પોઈન્ટ પર વાહનોની લાંબી કતારો લાગી હતી, જેમાં લોકો પોતાના પરિવાર અને નાના બાળકો સાથે દોઢથી બે કલાક સુધી અટવાઈ પડ્યા હતા. કલાકો સુધી વાહનો એક જ જગ્યાએ ખીચોખીચ ઉભા રહેતા લોકો ભારે હેરાન-પરેશાન થઈ ગયા હતા.


સ્થાનિક સ્તરે કોઈ અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટ ન હોવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. રસ્તાઓ પર ટ્રાફિક પોલીસની યોગ્ય હાજરી ન હોવાના કારણે વાહનચાલકોમાં પણ અસંતોષ જોવા મળ્યો હતો. તહેવારો અને રજાઓના સમયે આબુમાં આવતા પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા માટે તંત્ર દ્વારા અગાઉથી કોઈ આગોતરું આયોજન કરવામાં ન આવ્યું હોવાનો રોષ પ્રવાસીઓએ ઠાલવ્યો હતો. આ આયોજન વિહોણી સ્થિતિને કારણે પ્રવાસીઓને રજાના દિવસે જ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application