BREAKING NEWS

નર્મદા વિભાગના સૌરાષ્ટ્રના મુખ્ય ઇજનેર સહિત ટોચના અધિકારીઓની બદલી

  • October 01, 2025 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોમાસાની સિઝન પૂરી થતાની સાથે જ નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં ટોચના અધિકારીઓની બદલીઓનો દોર શરૂ થયો છે. આ વિભાગના સૌરાષ્ટ્રના મુખ્ય ઇજનેર તરીકે ક્લાસ વન ઓફિસર તરીકે ફરજ બજાવતા ગુજરાત ઇજનેરી સેવા વર્ગ એકના મુખ્ય ઇજનેર (સિવિલ) તથા અધિક સચિવ એચ.યુ કલ્યાણીની જાહેર હિતમાં બદલી કરીને તેને પંચાયત,પ્લાનિંગ અને મોનિટરિંગ વિભાગમાં મુખ્ય ઇજનેર તરીકે અને અધિક સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

પંચાયત પ્લાનિંગ અને મોનિટરિંગ વિભાગમાં ફરજ બજાવતા મુખ્ય ઇજનેર જે.કે. ત્રિવેદી ની બદલી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ગાંધીનગર ખાતે પ્રતિનિયુક્તિના ધોરણે કરવામાં આવી છે. જે. કે. ત્રિવેદીને મુખ્ય ઈજનેર અને અધિક સચિવની જગ્યાનો વધારાનો હવાલો તેમની નિયમિત ફરજો ઉપરાંત યથાવત રાખવામાં આવેલ છે.

સરદાર સરોવર નિગમના ગાંધીનગર ખાતે ના મુખ્ય ઇજનેર એસ.બી.રાવને જાહેર હિતમાં બદલી કરીને સૌરાષ્ટ્રના મુખ્ય ઇજનેર તથા અધિક સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે.

ટોચના આ ત્રણ અધિકારીઓની બદલી કરાયા પછી તેમને તાત્કાલિક નિયુક્તિની નવી જગ્યા એ હાજર થવા અને ફરજ મુક્ત થવાની તથા બદલીવાળી જગ્યાએ હાજર થવાની જાણ નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગને કરવા માટે સૂચના આપવામાં આવી છે.

ચોમાસાની સિઝન હજુ પૂરી જ થવામાં છે ત્યાં આ બદલીઓ આવી પડી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ અગાઉ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં ઇજનેરોની મોટા પ્રમાણમાં બદલી કરવામાં આવી હતી. પરંતુ અમુક ઇજનેરોએ બદલીનો અસ્વીકાર કરીને મૂળ જગ્યાએ ચાલુ રહ્યા હતા અને આ કોકડું જે તે વખતે ભારે ગૂંચવાયું હતું. ભૂતકાળની આ ઘટના પછી હવે ટોચના અધિકારીઓની ગુજરાત સરકારના નર્મદા વિભાગના સંયુક્ત સચિવ ડી.આર ભમરે કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application