BREAKING NEWS

ગાંધીનગરમાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલની ટ્રાયલ રન સફળ

  • October 03, 2025 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર અમદાવાદ વચ્ચેના મેટ્રોરેલ પ્રોજેકટના સેકન્ડ ફેઝની કામગીરી પુર્ણતાના આરે છે. ગઈકાલે સચિવાલયથી મેટ્રોરેલના અંતિમ સ્ટેશન ગણાતા મહાત્મા મંદિર સુધીના ટ પર મેટ્રોરેલની સફળ ટ્રાયલ રન કરવામાં આવી હતી. આ ટ્રાયલરન પુર્ણ થતા જ આગામી દિવસોમાં આ મામલે મેટ્રોરેલ સેિટ સમક્ષ મંજુરી અર્થે દરખાસ્ત કરવામાં આવશે. જે મંજુર થયે સંભવત: નૂતન વર્ષના આરંભથી મહાત્મા મંદિર સુધીના અંતિમ ટ સુધી મેટ્રોરેલ દોડતી થશે.  ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર અમદાવાદ વચ્ચેના મેટ્રોરેલ સેવા શ કરવાનું તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપન હતું. જે સ્વપન પુર્ણ થવાના આરે છે. મેટ્રોરેલના પથમ ફેઝમાં અમદાવાદથી મોટેરા સુધી મેટ્રોરેલ સેવા શ કરવામાં આવી હતી. સેકન્ડ ફેઝમાં મોટેરાથી મહાત્મા મંદિર સુધીની મેટ્રોરેલનું કામ યુધ્ધના ધોરણે શ કરવામાં આવ્યુ હતું. જે આજે અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીમાં મોટેરાથી સચિવાલય વચ્ચેના ૧૭ સ્ટેશનો પર મેટ્રોરેલ દોડી રહી છે. બે વર્ષ પુર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોરેલને લીલીઝંડી આપી હતી. જે સેકટર–૧ સ્ટેશન સુધી કાર્યરત હતી. ત્યારબાદ સમાયંતરે સચિવાલય, સેકટર–૧૦. કોબા ગામ, કોબા સર્કલ જેવા મેટ્રોરેલ સ્ટેશનના કામો પુર્ણ થતા આ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા હતા.  હાલના તબક્કે અમદાવાદથી સચિવાલય સ્ટેશન સુધી મેટ્રોરેલ દોડી રહી છે.મેટ્રોરેલનું છેલ્લું સ્ટેશન મહાત્મા મંદિર છે. સચિવાલય થી મહાત્મા મંદિર સુધી આવતા અક્ષરધામ, જુના સચિવાલય, સેકટર–૧૬, સેકટર–૨૪ સ્ટેશનોના કામ પ્રગતિ હેઠળ હતા. જે કામો મોટાભાગે પુર્ણ થતા આજે મેટ્રોરેલ તત્રં દ્રારા સચિવાલયથી ઉપરોકત પાંચ સ્ટેશનો પર મેટ્રોરેલની ટ્રાયલ રન કરવામાં આવી હતી. આ ટ્રાયલ રન સફળ રહી હતી. વિજયા દશમીના પાવન પર્વે જ અંતિમ સ્ટેશન સુધીની ટ્રાયલ રન સફળ રહેતા અમદાવાદ ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેકટ પુર્ણ થવાના આરે છે. જેના પગલે નૂતન વર્ષના આરંભથી જ અમદાવાદથી છેક મહાત્મા મંદિર સુધી મેટ્રોરેલ દોડતી થશે. આ પુર્વે ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ કમિશનર મેટ્રોરેલ સેિટ સમક્ષ મંજુરી અર્થે દરખાસ્ત કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News