ખાંભા ઉના નેશનલ હાઇવે ઉપર ખડાધાર નજીક બોલેરો અને મોટરસાઇકલ સહીત મોટરકાર ના અકસ્માત સર્જાયો હતો જયારે આ અકસ્માતમાં ઘટના સ્થળે મોટરસાઇકલ સવાર બે આઘેડનું મોત નીપયું હતું જયારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો જેને સારવાર અર્થે ખાસેડાયો હતો ઘટનાની જાણ થતા ખાંભા પોલીસ ઘટના સ્થળે પોહચી હતી અને હાઇવે ખુલો કરી કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી પ્રમાણે ખાંભા ઉના હાઇવે ઉપર આવેલ ખડાધર ગામના પાદરમાં ઉના તરફથી ખાંભા તરફ આવી રહેલો બોલેરો વળાંકમાં બે મોટરસાઇકલ અને એક મોટરકાર સાથે અથડાયો હતો જયારે આ બોલેરો ચાલક નશો કરેલી હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસ માં ચર્ચાઈ રહ્યું હતું જયારે બોલેરો નવી નકોર હોઈ હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે જયારે મૃતક પોતાની દીકરીના લ હોઈ તેની કંકોત્રી આપવા નીકળ્યો હોવાનું જાણવા મળેલ છે અને લનો ખુશીનો પ્રસગં માતમમાં ફેરવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે બીજી તરફ ખાંભાથી એક યુવક ખડાધર મુકામે ચાની કીટલી ચલાવે છે તે યુવકને આ બોલેરો ચાલકે હડફેટે લીધો હતો જયારે આ યુવકને ઇજા પહોંચતા પ્રથમ ખાંભા બાદ અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જયારે મૃતક કાના ભાઇ વાલજીભાઈ ગીડા (ઉ.વ.૪૯) રે. મઢડા, ગોસ્વામી ભરતગિરી પ્રતાપ ગીરી (ઉ.વ.૩૫) રે. મઢડાને પીએમ અર્થે ખાંભા સરકારી હોસ્પિટલ માં લાવવા માં આવ્યા હતા જયારે આ બોલેરો ચાલાક વિદ્ધ ખાંભા પોલીસ દ્રારા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ આવકવેરા વિભાગની આવક ૧૭ ટકા વધીને રૂપિયા ૪,૩૭૯ કરોડ પર પહોંચી
May 02, 2025 03:22 PMતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech