BREAKING NEWS

‘હૃદયમાં પ્રેમ અને જીવનમાં અહિંસાથી આવશે સાચી સમૃધ્ધિ’: ભૂપેન્દ્ર પટેલ

  • October 02, 2025 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીજન્મસ્થાન  કીર્તિમંદિરે પૂજ્ય બાપુની ૧૫૬મી જન્મજયંતી નિમિત્તે યોજાઇ સર્વધર્મ પ્રાર્થનાસભા: વરસાદી વાતાવરણ અને ખરાબ હવામાનને લીધે મુખ્યમંત્રી પચીસ મિનિટ મોડા આવતા પૂરા ભજનો પ્રસ્તુત કરવાના બદલે બે-બે કડી રજૂ કરી આયોજનને આટોપી લેવાયુ: ઇતિહાસમાં પ્રથમ વખત મુખ્યમંત્રીએ કસ્તુરબાના ઘરની પણ લીધી મુલાકાત

પોરબંદરમાં ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિર ખાતે સર્વ ધર્મ પ્રાર્થનાસભામાં હાજરી આપવા આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરવાની સાથોસાથ કીર્તિમંદિર ખાતે કયુ.આર. કોડની સુવિધાનું લોકાર્પણ કર્યુ હતુ તે ઉપરાંત કસ્તુરબા ઘરની પણ મુલાકાત લીધી હતી




કીતિમંદિરની બધી જ માહિતી આંગળીના ટેરવે બની ઉપલબ્ધ: મુખ્યમંત્રીએ કર્યુ લોન્ચીંગ

‘હૃદયમાં પ્રેમ અને જીવનમાં અહિંસાથી જ સાચી સમૃધ્ધિ આવશે. ગાંધીજી સ્વચ્છતા અને સ્વદેશીના આગ્રહી હતા અને તેમના જ રસ્તે ચાલીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ સ્વચ્છ ભારત અભિયાન અને વોકલ ફોર લોકલ દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવાની આહલેક જગાવી છે. ત્યારે સર્વે ગુજરાતના લોકો સ્વદેશી વસ્તુઓના ઉપયોગ ઉપર ભાર મૂકે તેવી મારી અપીલ છે.
મુખ્યમંત્રીનું ઉદ્બોધન
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૬મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી સર્વધર્મ પ્રાર્થનાસભામાં હાજરી આપવા આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેેન્દ્ર પટેલે તેમના ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે દશેરાની શુભકામના પાઠવવાની સાથોસાથ સાબરમતીના સેવાભાવી સંત એવા અહિંસાના પૂજારી પૂજ્ય બાપુને શ્રધ્ધા-સુમન અર્પણ કરીને ધન્યતાની લાગણી અનુભવુ છું. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે નમ્રતા વિના મુક્તિ નથી. ત્યારે ગાંધીજીના અનેક સિધ્ધાંતોને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જીવનમાં ઉતાર્યા છે અને હાથમાં સાવરણા લઇને સ્વચ્છતા અભિયાન કરાવવાની સાથોસાથ દેશના દરેક નાગરિકમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ ફેલાવી છે અને હવે સ્વદેશીથી આત્મનિર્ભરતા તરફ દેશને વિકાસના પંથે લઇ જવા માટે વોકલ ફોર લોકલનું જે આંદોલન છેડયુ છે તેમાં દરેક દેશવાસી ઉમંગ અને ઉત્સાહપૂર્વક જોડાઇ રહયા છે. 
જે પ્રકારે સ્વરાજ માટે આંદોલન કરવામાં આવ્યુ હતુ તેજ રીતે હવે સ્વદેશી અપનાવવા માટે લોકજાગૃતિનું આંદોલન જ‚રી છે. વોકલ ફોર લોકલની આહલેક બાદ ખાદીની ખરીદીમાં ચાર ગણો વધારો થયો છે તેના કારણે બે કરોડ નોકરી વધી છે. તેથી દેશના ઉદ્યોગો પણ લોકલ ફોર વોકલને ભાર મૂકશે તો ૨૦૪૭ સુધીમાં આપણો દેશ વિશ્ર્વસત્તા બનીને રહેશે તેવો આશાવાદ પણ દર્શાવવામાં આવ્યો હતો.
કુંવરજી બાવળીયાનું ઉદ્બોધન
કીતિમંદિર સંચાલન સમિતિના પ્રભારી સચિવ કુંવરજી બાવળીયાએ તેમના ઉદ્બોધનમાં એવુ જણાવ્યુ હતુ કે પોરબંદરની આ પવિત્ર ભૂમિ બે મોહનથી પ્રખ્યાત છે એક મોહન એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ જેના સખા સુદામાજીની આ ભૂમિ છે. તો બીજા મોહન એટલે આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીકે જેને શ્રધ્ધાસુમન અર્પણ કરવા આપણે ઉપસ્થિત છીએ ત્યારે બાપુની સાથોસાથ કદમાં નાના પણ દ્રઢ નિર્ણયશક્તિમાં મોટા એવા દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રધ્ધાસુમન અર્પણ કરીએ. જે રીતે ગાંધીજી સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવા માટે આગ્રહ રાખતા તે જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વચ્છ ભારત અભિયાનની શ‚આત બીજી ઓકટોબર ૨૦૧૪થી કરી જેના ૧૧ વર્ષમાં દેશવાસીઓમાં સ્વચ્છતા પ્રત્યે ઘણી જાગૃતિ આવી છે. હવે ભારતને આર્થિક રીતે મજબૂત બનાવવા સ્વદેશી અભિયાન ઉપર ભાર મૂકયો છે તેનાથી દેશમાં રોજગારીનું પ્રમાણ વધશે તેમ જણાવ્યુ હતુ.
આગેવાનોની ઉપસ્થિતિ
પૂજ્ય બાપુના જન્મસ્થાન કીર્તિમંદિર ખાતે યોજવામાં આવેલી સર્વધર્મ પ્રાર્થનાસભામાં સાન્દીપનિ શ્રીહરિમંદિરના નિર્માતા પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા,  જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, જિલ્લા  કલેકટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર સહિત  અનેક આગેવાનો, અધિકારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સરકારી શાળાના  શિક્ષકો દ્વારા ભજનો ટુંકાવાયા
મુખ્યમંત્રી પોતાના નિયત સમય આઠ વાગ્યા કરતા પચીસ મિનિટ મોડા એટલે કે ૮ અને ૨૫ મિનિટે આવ્યા હતા જેથી પ્રાર્થનાસભાને ટૂંકાવીને  આટોપી લેવાની ફરજ પડી હતી. દર વર્ષે સરકારી શાળાના શિક્ષકો આખુ ભજન ગાતા હોય છે પરંતુ આ વખતે ભુપેન્દ્ર પટેલ મોડા આવ્યા હોવાથી પૂરા ભજન ગાવાના બદલે બે-ત્રણ કડીઓ ગાઇને પ્રાર્થનાસભા પૂરી કરવામાં આવી હતી. સરકારી શાળાના શિક્ષકોકડિયાપ્લોટ પે સે. શાળાના નિરવભાઇ જોષી, રાંઘાવાવ પ્રાથમિક શાળાના પૂર્વીબેન ભટ્ટ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યુ હતુ તે ઉપરાંત નવાપારા પ્રાથમિક શાળા પોરબંદરના મૌલિક જોષી ‚પાળીબા ક્ધયા શાળાના પ્રીતિબેન કોટેચા, કુછડી સીમશાળા-૧ના લતાબેન જુંગી વગેરે ગાયનવૃન્દ દ્વારા તેમના સુમધુર કંઠોથી  ‘અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તુ લઇ જા’ તુલસીદાસજીની રચના ‘શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન’ ઉપરાંત  ‘પાયોજી મૈંને રામ રતન ધન પાયો’, ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી’, ‘મન લાગો મેરો યાર ફકીરીમેં’ અને નરસિંહ મહેતાનું પ્રિય ભજન ‘વૈષ્ણવજન’ રજૂ કર્યા હતા. જી.એમ.સી. સ્કૂલના મનીષભાઇ જોષી તબલાવાદક તરીકે અને  આર્યક્ધયા ગુરુકુળ (ઇ.મી.) ના મહર્ષિ આચાર્ય પેડવાદક તરીકે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application