મધ્ય પૂર્વના તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું પગલું ભયુ છે. તેમણે બળજબરીથી મજૂરી કરાવતા ઉત્પાદનો સામે એક મોટું પગલું ભયુ છે. ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર ૧૦ ટકા વધારાનો ટેરિફ લાધો છે. મહત્વનું છે કે, ટ્રમ્પે ભારત સહિત ૧૭ દેશો સામે આ નિર્ણય લીધો છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના કાર્યાલયે કલમ ૩૦૧ હેઠળ આ નિર્ણય લીધો છે.
યુએસનો નવો ટેરિફ આજથી અમલમાં આવશે. યુએસટીઆર અનુસાર, આ કાર્યવાહી એવા દેશો સામે કરવામાં આવી છે જેમણે બળજબરીથી મજૂરી કરીને બનાવેલા ઉત્પાદનોની આયાત સામે કડક પગલાં લીધા નથી. મહત્વનું છે કે, ટ્રમ્પે ભારતને નીચા ટેરિફ સ્લેબમાં મૂકયું છે, યારે કેટલાક દેશો પર વધારાનો ૧૨.૫ ટકા ટેરિફ પણ લાદવામાં આવ્યો છે. ટ્રમ્પના આદેશ બાદ, ૬૦ વેપાર ભાગીદાર દેશોની સમીક્ષા કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ, યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમ્સન ગ્રીરે કહ્યું કે આ પગલું માનવ અધિકાર ઉલ્લંઘન અને અન્યાયી વેપાર પ્રથાઓને સુધારવાનું શ કરશે. ટ્રમ્પે કહ્યું, મને વેપાર પ્રતિનિધિ દ્રારા સલાહ આપવામાં આવી છે કે આ અર્થતંત્રોના માલ પર ૧૦ ટકા ટેરિફ લાદવો જોઈએ જેથી તેઓ આવા પ્રતિબંધોને અસરકારક રીતે લાગુ કરવા માટે વધુ પ્રોત્સાહિત થાય. ભારતની સાથે, અમેરિકાએ પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, આર્જેન્ટિના, કંબોડિયા, કેનેડા, ઇકવાડોર, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, ઇન્ડોનેશિયા, જોર્ડન, મલેશિયા, મેકિસકો, ત્રિનિદાદ અને ટોબેગો અને યુનાઇટેડ કિંગડમ પર ૧૦ ટકા ટેરિફ લાધો છે. અન્ય ઘણા દેશો પર ૧૨.૫ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે