ભારતીય ખલાસીઓનાં મોત અંગે ટ્રમ્પે ન અફસોસ વ્યકત કર્યેા, ન કોઈ જવાબ દીધો
ભારતીય ખલાસીઓનાં મોત અંગે ટ્રમ્પે ન અફસોસ વ્યકત કર્યેા, ન કોઈ જવાબ દીધો
June 18, 2026 02:25 PM
ઓમાનના દરિયાકાંઠે તાજેતરમાં થયેલા અમેરિકન લશ્કરી હત્પમલામાં ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા ગયા હતા. આ મિસાઇલ હત્પમલામાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક કોમર્શિયલ ટેન્કર એમટી સેટેબેલોને નિશાન બનાવવામાં આવ્યું હતું જેમાં ૩ ભારતીય ખાલ્સીઓના મોત થયા હતા.એવે સમયે ફ્રાન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પ જયારે ફ્રેંસમાં યોજાયેલી જી ૭ સમિટ દરમિયાન આમને સામને થયા ત્યારે મોદીએ ખલાસીઓના મોતનો મુદો ઉઠાવીને સલામતી આપવા પર ભાર મુકયો હતો ત્યારે ટ્રમ્પએ તેમની આ વાત બદલ કોઈ પ્રત્યુત્તર તો ન આપ્યો, સાથે સાથે કોઈ શોક કે અફસોસ પણ વ્યકત ન જ કર્યેા,તેમણે બન્ને દેશો વચ્ચેના વેપાર કરારની જ વાતો દોહરાવી. ૧૬ મહિના પછી બન્ને દેશોના મહારથીઓ સામસામે આવ્યા હતા અને આ દ્રિપક્ષીય બેઠક બાદ, ટ્રમ્પને મીડિયા સાથે વાતચીત દરમિયાન ભારતીય ખલાસીઓના મૃત્યુ વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેમણે કોઈ શોક કે અફસોસ વ્યકત કર્યેા નહીં.અમેરિકન રાષ્ટ્ર્રપતિએ કહ્યું કે વોશિંગ્ટન અને નવી દિલ્હી બંને આ મુદ્દા પર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. ટ્રમ્પે વાણિિયક જહાજોના સંચાલનને એક મુશ્કેલ કાર્ય ગણાવ્યું. ભારતીય ખલાસીઓ અંગે ટ્રમ્પે કહ્યું, મેં તેના વિશે સાંભળ્યું છે, તે હંમેશા બન્યું છે, પરંતુ અમે સાથે મળીને કામ કરીએ છીએ. અમે તે બધાને પ્રેમ કરીએ છીએ, અને તેઓ ખૂબ સારા લોકો છે.વડાપ્રધાન મોદીએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન નાવિકોની સલામતીનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે યુએસ અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત શાંતિ કરારમાં તેમના રક્ષણ માટેની જોગવાઈઓ શામેલ હોવી જોઈએ. બંને નેતાઓએ છેલ્લા એક વર્ષથી તણાવપૂર્ણ બનેલા દ્રિપક્ષીય સંબંધોને સુધારવા માટે પગલાં લેવાની પ્રતિબદ્ધતા પણ વ્યકત કરી.