BREAKING NEWS

રાજકોટમાં ભાજપના પચીસેક કોર્પોરેટરોના પત્તા કપાઇ શકે, જાણો વોર્ડ વાઇઝ નામનું લિસ્ટ

  • April 06, 2026 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપના અંદાજે પચીસેક કોર્પોરેટરોના પત્તા કપાવાની સંભાવના સામે આવી છે. પાર્ટીએ ટિકીટ માટે નક્કી કરેલા માપદંડ જેમાં ૬૦ વર્ષ પૂર્ણ થવાથી, ત્રણ ટર્મ પૂર્ણ થવાથી, સંગઠનમાં હોદ્દો મેળવ્યો હોવાથી તદ્ઉપરાંત વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે તેવી વાત સામે આવી છે.


રાજકોટમાં ભાજપના ૨૫થી વધુ કોર્પોરેટરની ટિકિટ કપાઇ તેવી પ્રબળ શક્યતા છે.ખાસ કરીને અનામતના નવા રોટેશનને કારણે પણ અનેકના પત્તા કપાશે. અમુકને અગાઉથી ખ્યાલ આવી ગયો હોય તેમણે દાવેદારી જ કરી નથી તો અમુકે પોતાને બદલે પરિવારના અન્ય સભ્યને ટિકિટ આપવાની માંગણી કરી તેમની પાસે દાવેદારી કરાવી છે.

અલબત્ત બન્ને ધારાસભ્યો ભાનુબેન બાબરિયા અને ડો.દર્શિતાબેન શાહએ સામેથી જ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ હવે મહાપાલિકાની ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત જંગલેશ્વર વિસ્તારના વોર્ડ નં.૧૬ના ભાજપના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવ પણ પ્રદેશ નિરીક્ષકોને પોતે ચૂંટણી લડવા ઇચ્છતા નહીં હોવાનું લેખિતમાં આપી ચૂક્યા છે.

ક્યા વોર્ડમાં કોનું પત્તુ કપાવાની શક્યતા

વોર્ડ નં.૧

ભાનુબેન બાબરિયા

હિરેન ખીમાણિયા


વોર્ડ નં.૨

ડો.દર્શિતાબેન શાહ

મનીષભાઇ રાડિયા


વોર્ડ નંબર ૩

બાબુભાઇ ઉધરેજા


વોર્ડ નં.૪

નયનાબેન પેઢડિયા

પરેશભાઇ પીપળિયા


વોર્ડ નં.૫

વજીબેન કોલતર

ડો.હાર્દિક ગોહિલ


વોર્ડ નં.૬

ભાવેશભાઇ દેથરિયા


વોર્ડ નં.૭

દેવાંગભાઇ માંકડ

નેહલભાઇ શુક્લ


વોર્ડ નં.૮

ડો.દર્શનાબેન પંડ્યા

અશ્વિનભાઇ પાંભર


વોર્ડ નંબર ૯

જીતુભાઇ કાટોળીયા

પુષ્કરભાઇ પટેલ


વોર્ડ નં.૧૦

નરેન્દ્રસિંહ વાઘેલા


વોર્ડ નં.૧૨

મગનભાઇ સોરઠિયા


વોર્ડ નં.૧૩

નિતીનભાઇ રામાણી


વોર્ડ નં.૧૬

નરેન્દ્રભાઇ ડવ


વોર્ડ નં.૧૭

વિનુભાઇ ધવા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application