રાજકોટ શહેરમાં પેલેસ રોડ પર દુકાનમાં દાગીના બનાવતા સોની વેપારીનુ ૧૮.૧૦ લાખની કિંમતનુ સોનુ દાગીના બનાવવા આપ્યા બાદ બે બંગાળી બે કારીગર સોનુ લઈ નાશી છૂટતા વેપારી એ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતા ગુનો નોધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના પોપટપરામાં રહેતા તેમજ પલેસ રોડ પર વર્ધમાન નગરમાં લક્ષ્મીનારાયણ નામની જવેલર્સ નામની દુકાન ચાલવાતા પ્રકાશભાઈ ભરતભાઈ સોનીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ વેપારી પ્રકાશભાઈ આરોપી તરીકે સલમાન તાહીર ઉદ્દીન શેખ રહે. રામનાથ પરા મુળ પશ્ચીમ બંગાળ અને મહોમદ ઈમરાન અલી ઝાકીરઅલીના નામો આપ્યા હતા. વધુમાં જણાવ્યા મુજબ પ્રકાશભાઈ ની દુકાનમાં સોનાના દાગીના બનાવવાનુ કામ કરતા હોય અને કામ માટે કારીગર શેખ સલમાન તાહીર ઉદીન, મહોમદ ઈમરાન અલી ઝાકીર અલી અને સાદન નીમાઈચંદ્ર દુલાઈ ને કામ માટે રાખ્યા હતા.
તા.૨૬-૧૧ના રોજ ત્રણેય કારીગરોને સોનાના દાગીના બનાવવા માટે ૨૨ કેરેટનુ ૧૫૧૦૨૦ ગ્રામ સોનુ આપ્યુ હતુ. અને તા.૨૮ના રોજ તે સોનીબઝારમાં કામ સબબ રોકાયા હતા અને દુકાને તેના ભાઈ દિપેશ ભાઈ બેઠા હતા તે દરમ્યાને તેના ભાઈએ ફોન કરી વાત કરી હતી કે બપોરે સદાન, સલમાન શેખ અને મહોમદ બપોરે જમવા માટે ગયા હતા.
ત્યારે હું પણ તાળુ મારી જમવા માટે ગયો હતો જેમા સદાન જમીને દુકાને આવી ગયો હતો પરંતુ સલમાન અને મહોમદ અમરાન આવ્યા નથી અને બન્નેના ફોન પણ સ્વીચ ઓફ આવતા હોવાનુ જણાવતા તે તુરંત દુકાને આવી તપાસ કરી હતી.
દુકાનમાં ૧૮.૧૦ લાખની કિંમતનું ૧૪૩.૯૮૦ ગ્રામ સોનુ ગાયબ હોય તેમજ સલમાન અને મોહમ્મદ બંને ની શોધખોળ શરૂ કરતા તેનો પણ કોઈ અતોપતો નહી લાગતા અંતે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તેના મોબાઈલ નંબર ડાયલ કરતા મોબાઈલ સ્વીચ ઓફ બતાવતો હોય બંગાળી બેલડી ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.