BREAKING NEWS

રાજકોટમાં ટ્રિપલ મર્ડરની ઘટનામાં બે આરોપીને દબોચ્યા, કાળી ચૌદસની રાતે ખેલાયો હતો ખૂની ખેલ

  • October 22, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#Aajkaal team રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા આંબેડકરનગરમા કાળી ચૌદસની રાતે વાહન અથડાવા અંગે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઇ હતી. જેમાં ત્રણ યુવાનના મોત થયા હતા. ટ્રિપલ મર્ડરની ઘટનાએ ચકચાર મચાવી હતી. આ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. 




રાજકોટ શહેર પોલીસના એસીપી બી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, ગત તારીખ20.10.2025ના રોજ રાત્રીના સમયે માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હત્યાના બનાવમાં ફરિયાદી સુધીર પરમારની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હત્યામાં સંડોવાયેલ આરોપી જગદીશ ઉર્ફે જગો રામજી ચૌહાણ (ઉ.વ.29) અને મનીષ રમેશ ખીમસુરીયા (ઉ.વ.20)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન હત્યા સમયે આ બન્ને આરોપીઓ હાજર હોવાનું અને હત્યાના બનાવમાં મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. જયારે આ વિસ્તારમાં રહેલ સીસીટીવી ફૂટેજ ચકાસી અન્ય કોણ કોણ હાજર હતા તેની ઓળખ કરી પૂછપરછ કરી આગળની તપાસ પીઆઇ જીજ્ઞેશ દેસાઈ ચલાવી રહ્યા છે વધુ આરોપીઓની ભૂમિકા જણાશે, તો તેમની પણ ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે 



રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો માં પોલીસ ના રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાળી ચૌદસની મોડી રાત્રિના શહેરના ૧૫૦ ફટરીંગ રોડ પર આવેલ આંબેડકરનગરમાં કારે બાઈકને અડફેટે લેતા સર્જાયેલા સામાન્ય અકસ્માતમાં વાહન સરખું ચલાવવા બાબતે ઠપકો આપતા મોડીરાત્રીના ઘાતકી હથિયારો સાથે બે જૂથ વચ્ચે સશક્ર ધીંગાણામાં ઘટના સ્થળે એક જ પરિવારના બે સગાભાઈ તેમજ સામા પક્ષે એક વ્યકિત સહિત ત્રીપલ હત્યાના બનાવે સનસનાટી મચાવી દીધી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ૧૫૦ ફટ રીંગરોડ પર આવેલ આંબેડકર નગરમાં ગત મોડી રાત્રિના સુરેશભાઈ વશરામભાઈ પરમાર ઉંમર વર્ષ ૪૦ વાળો યુવક પોતાના ઘર પાસે હતો તે વેળાએ કારમાં નીકળેલા શખ્સોએ બાઈકને અડફેટે લેતા સામાન્ય અકસ્માત સર્જાતા સુરેશે કારચાલકને વાહન જોઈને ચલાવવા માટે ઠપકો આપતા સામાન્ય બોલાચાલી થયા બાદ કારમાં આવેલા શખ્સો નીકળી ગયા હતા.



ત્યારબાદ રાત્રિના ૧.૦૦ વાગ્યા આસપાસ ફરી ધોકા છરી પાઇપ જેવા ઘાતકી હથિયારો સાથે આવેલા પાંચ થી સાત વ્યકિતઓએ સુરેશભાઈ પરમાર તેના ભાઈ વિજય પરમાર, ભાઈ જગદીશ પરમાર, વિજયના પત્ની હંસાબેન તેમજ પુત્ર સુધીર અને માતાપિતા સાથે ગાળા ગાળી કરી ઘાતકી હથિયારો સાથે ખૂની હત્પમલો કરતા બંને પક્ષે સશક્ર ધીંગાણું સર્જાયું હતું.




આ ધીંગાણામાં સુરેશ પરમાર ઉંમર વર્ષ ૪૫ અને તેના ભાઈ વિજય પરમાર ઉંમર વર્ષ ૪૦ નું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓ પહોંચતા બંને ભાઈઓની લોથ ઢળી પડી હતી, યારે સુરેશભાઈ ના પત્ની ભારતીબેન,ભાઈ જગદીશ પરમાર, વિજયના પત્ની હંસાબેન વિજય નો પુત્ર સુધીર , તેમજ સુરેશ ના પિતા વશરામભાઈ અને માતા દેવુબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.



સામા પક્ષે અરૂણ વિનુભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૨૨ અને તેના મોટાભાઈ રમણ વિનુભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૨૫ વાળાને ગંભીર ઇજાઓ પહોંચતા વળતા પ્રહારમાં અણ રાઠોડનું ઘટના સ્થળે છે મોત નીપયું હતું અને હત્પમલામાં ગવાયેલ તેના ભાઈ રમણને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મોડી રાત્રિના આંબેડકર નગરમાં થયેલા સશક્ર ધીંગાણામાં ત્રીપલ હત્યાના બનાવની જાણ થતા માલવિયાનગર પીઆઇ દેસાઈ પી.એસ.આઇ એમ જે ધાધલ, ડી સ્ટાફ, એલસીબી ઝોન ૨, ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ ગોંડલીયા,પીઆઇ, ડામોર, પીઆઇ જાદવ સહિતની ટીમો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડીગઇ હતી.



પોલીસે ત્રીપલ હત્યાના બનાવ સંદર્ભે પ્રાથમિક તપાસ હાથ ધરતા સશક્ર મારામારીની ઘટના સામાન્ય વાહન અકસ્માતના કારણે જ થઈ હોવાનું તેમજ એક જ પરિવારના બે સગા ભાઈઓની હત્યા થઈ હતી તેમજ પરિવારના છ સભ્યો ઘવાયા હતા.

સામા પક્ષે અણ વિનુભાઈ રાઠોડ ઉમર વર્ષ ૨૨ની હત્યા થઈ હતી અને તેના મોટાભાઈ રમણ રાઠોડ ઉંમર વર્ષ ૨૫ને ઇજાઓ પહોંચી હતી જે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application