BREAKING NEWS

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકની એક બાબતના બે બિલ મુકાયા અને મંજૂર પણ થયા, મોડે મોડે ધ્યાનમાં આવતા પેમેન્ટ અટકાવાયું: કેમ્પસમાં ભારે ચર્ચા

  • March 06, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ડીસેમ્બર મહિનામાં યોજાયેલા પદવિદાન સમારોહમાં થયેલ ખર્ચના એકની એક બાબતના બે વખત બિલ મુકાયા હોવાની અને તે મંજૂર થયા હોવાની ચર્ચાએ યુનિવર્સિટી કેમ્પસમાં ભારે જોર પકડ્યું છે. જોકે આ બાબતે કેમ્પસમાં જોર જોરથી ચર્ચાઓ શરૂ થતા આમાં ક્યાંક વિવાદમાં ન આવી જવાય તે માટે અત્યારે તો આ બિલના પેમેન્ટ અટકાવી દેવાયા છે અને બે વખત રજૂ કરાયેલા બિલ બંને વખત કેવી રીતે મંજૂર થયા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.


તારીખ 25 ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે પદવીદાન સમારોહ યોજવામાં આવ્યું હતો. રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા આ સમારોહમાં ગરમીને ધ્યાનમાં રાખીને 72 પંખા અને સાત એર કુલર મૂકવામાં આવ્યા હતા. 72 પંખાનું ભાડું રૂપિયા 18000 અને સાત એર કુલરનું ભાડું રૂપિયા 61,000 થયું છે તેમ જણાવીને બિલ મૂકવામાં આવ્યું હતું. આવા એક નહીં પરંતુ બે બે બિલ મૂકવામાં આવ્યા હતા અને નીચેની કક્ષાએથી તે મંજૂર પણ થઈ ગયા હતા. આખરે ચણભાણાટ શરૂ થતા ટોપ લેવલે તે અટકાવવામાં આવ્યા છે અને આવું કેમ બન્યું? તે માટેની તપાસ શરૂ કરવામાં આવી છે. ફરી નવેસરથી બિલ ચેક કરવાની અને ડબલીંગમાં કોની ભૂલ થઈ છે તેની તપાસ ચાલુ થઈ છે. પદવીદાન સમારોહ પાછળ કુલ 4.60 લાખનો ખર્ચ થયો છે. પરંતુ તેમાં પંખા અને એર કુલરની જેમ અન્ય બાબતોમાં પણ એકના એક ખર્ચા બે બે વખત દેખાડવામાં તો નથી આવ્યાને? તે મામલે પણ તપાસ શરૂ થઈ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application