શહેરમાં હાલમાં મેઘાવી માહોલ વચ્ચે રોગચાળાએ માથું ઉંચકયુ છે. શરદી,તાવ,ઉઘરસ સહિતના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે આ રોગચાળો જીવલેણ સાબિત થઇ રહ્યો હોય તેમ રાજકોટમાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે બાળકીના મોત થયા છે. જેમાં જુના માર્કેટીંગ યાર્ડ પાસે સાગરનગરમાં રહેતાં પરિવારની ૯ વર્ષની દિકરીનું કમળો થયા બાદ મોત થયું છે. જયારે કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડી ગામે રહેતાં શ્રમિક પરિવારની ૬ વર્ષની દિકરીને ઝાડા થઇ ગયા બાદ મોત થયું હતું.
જાણવા મળતી વિગતો મુજબ, જુના યાર્ડ પાસે સાગરનગર-૯માં રહેતાં રામાભાઇ ભાંગરાની દિકરી વિજ્યા (ઉ.વ.૯)ને કમળો થયો હોય અમદાવાદ સારવાર કરાવાઇ હતી. બાદમાં નાના મવા રોડ પરની ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. પરંતુ સારવાર દરમિયાન આ નવ વર્ષની બાળકીએ દમ તોડી દીધો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ કમળાથી મોતને ભેટનાર વિજ્યા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી અને ધોરણ-૫માં અભ્યાસ કરતી હતી. તેને કમળો થયા બાદ લીવર અને મગજ પર અસર થઇ ગઇ હતી. તેણીના પિતા જેસીબીનો વ્યવસાય ધરાવે છે. બનાવ અંગે આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. લાડકવાયીના દીકરીના મોતથી પરિવારમાં માતમ છવાય ગયો હતો.
અન્ય એક બનાવમાં કાલાવડ રોડ પર વિરડા વાજડીમાં રહેતાં મુળ દાહોદના અમિતભાઇ બામણીયાની છ વર્ષની પુત્રી ધ્રુવીને પરમ દિવસે ઝાડા થઇ જતાં તબિયત બગડતાં મેટોડા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવાઇ હતી. ડોક્ટરે દવા આપી સારુ ન થાય તો રિપોર્ટ કરવાની સલાહ આપી હતી. પરંતુ બીજા દિવસે એટલે કે મંગળવારે ધ્રુવીની તબિયત વધુ બગડતાં અને બેભાન થઇ જતાં રાજકોટ ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. અહિ તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ધ્રુવી ત્રણ બહેન અને એક ભાઇમાં બીજા નંબરે હતી. તેના પિતા સીએનસી કંપનીમાં નોકરી કરે છે. મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ જવાયો હતો. માસુમ બાળકીના મોતથી માતાપિતા શોકમગ્ન થઇ ગયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર એસ.ઓ.જી. દ્વારા લાલપુર ખાતે NDPS અંગે સેમિનાર યોજાયો
June 18, 2025 07:13 PMઅમદાવાદ પ્લેન ક્રેશ: 208 મૃતકોના DNA મેચ, 173 મૃતદેહો પરિવારોને સુપરત
June 18, 2025 06:43 PMદેવભૂમિ દ્વારકા..જિલ્લામાં ત્રણ વર્ષમાં રૂ.100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
June 18, 2025 06:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech